માનવ સેવા સંસ્થા મુંબઈ દ્વારા ગાંધી જન્મ જ્યંતી એ ભાવનગરની શિશુવિહાર સંસ્થાનું અભિવાદન કરતા પૂર્વ સચિવ પી કે લહેરી
અમદાવાદ માનવ જ્યોત સેવા સંસ્થા મુંબઈ દ્વારા ગાંધી જયંતી પ્રસંગે શિશુવિહાર નું અભિવાદન થયું… ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ.. તથા સોમનાથ મંદિર ટ્રસ્ટ ના માનદ મંત્રી શ્રી પી.કે લહેરી સાહેબ ની અધ્યક્ષતા માં જૈન ભવન અમદાવાદ માં યોજાયેલ સમારોહમાં શિશુવિહાર સંસ્થા નું રૂ.૫૦.૦૦૦ તથા સન્માન પત્રક થી અભિવાદન કરવામાં આવ્યું.. આ અભિવાદન સંસ્થાના મંત્રી ડો નાનકભાઈ ભટ્ટ તથા જીવન તાલીમ ના દ્રષ્ટા શ્રી હરીશભાઈ ભટ્ટ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું.. ભાવનગર ની સેવા ઓળખ સમાન શિશુવિહાર દ્વારા કોરોના સ્થિતિ વચ્ચે પણ અવિરત પણે થયેલ નાગરિક સેવા ની નોંધ સમગ્ર રાજ્યમાં લેવાઇ છે જે ભાવનગર માટે ગૌરવરૂપ બને છે.
Recent Comments