”માનસ શંકર” પૂજ્ય મોરારીબાપુના શ્રીમુખે પધારેલા તમામ શ્રોતાઓનું સ્વાગત અશ્વિનભાઈ દુલાભાઇ શંકર દ્વારા કરવામાં આવ્યું
લાઠીના ભરવાડ અને સમસ્ત માલધારી સમાજ દ્વારા તેમનું આજનું બધુજ દૂધ ઉત્પાદન શ્રી રામકથાને અર્પણ કરવામાં આવ્યું હતું, અને પૂજ્ય મોરારીબાપુ અને રામકથા પ્રત્યે પરમાર્થનો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કથા નિમિત્તે વિશિષ્ટ સન્માન માં શ્રી કાર્તિકભાઈ જીવાણીનું તેમની શૈક્ષણિક યાત્રા અને આઈએએસ સુધીની સફરની નોંધ લેવામાં આવી હતી અને તેમણે પોતાની કલેક્ટર સુધીની સફરની રસપ્રદ માહિતી આપી હતી.
પૂજ્ય બાપુએ લાઠીની ભૂમિના તમામ શુભતત્વોને વંદન કરીને કથાની શરૂઆત કરી હતી, ગઈકાલે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે 76-દીકરીઓના સમૂહ લગ્નને આશીર્વચન આપ્યા હતા, ગઈકાલે કથા નિમિત્તે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગર સર ટી હોસ્પિટલ અને શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી ના સ્વયંસેવકોએ સંચાલન કર્યું હતું અને 256 જેટલી રક્ત બોટલ જમા કરી હતી, રક્તદાન એ શ્રેષ્ટ દાન છે, અનેક ઝીંદગી બચાવવા ઉપીયોગી બને છે.
કથાના ભોજનાલય માં ગઈકાલે 1- લાખ આસપાસ લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો જેની નોંધ લઈને પૂજ્ય બાપુએ રાજીપો વ્યક્ત કર્યો હતો. રામકથાને કેન્દ્ર માં રાખીને થતી સામાજિક, સાંસ્કૃતિક, પર્યાવરણ અને રાષ્ટ્રીય પ્રવૃત્તિને પૂજ્ય બાપુએ બિરદાવી હતી. કથાના પ્રવાહને આગળ ધપાવતા પૂજ્ય બાપુએ બાલકાંડનું સુંદર સરળ વર્ણન કરીને ઉપસ્થિત શ્રોતાજનોને રામમય કરી દીધા હતા, પરમાત્માનું બાળપણ કેવું હતું ત્યાં થી લઈને સીતા સ્વયંવર વિશેના પ્રસંગો આજે કથા દરમિયાન રજુ થયા હતા, મહારાજા જનક વૈદેહી અને સીતાના સંભારણા થી લઈને સ્વયંવર સુધીના પ્રસંગો અને અર્થઘટનોનું હૃદયસ્પર્શી નિરૂપણ કરવામાં આવ્યું હતું, પોતાની દીકરી સ્વયં વર પસંદ કરી શકે એટલી સક્ષમ હતી એટલે જ સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું હતું, દીકરીઓને એટલી સક્ષમ બનાવવી જ જોઈએ.
ત્રેતાયુગના એક પ્રસંગનું ઉદાહરણ આપીને પૂજ્ય બાપુએ સમજાવ્યું હતું કે જે ઇષ્ટ પાસે નથી આવી શકતા એમની પાસે ઇષ્ટએ જવું જ જોઈએ, પોતે તાજો એક પ્રસંગ વર્ણવ્યો હતો કે હું ભિક્ષા લેવા એક દીકરીના ઘરે ગયો અને સામાન્ય રીતે હું ગંગાજળનો ઉપયોગ કરું છું તો કથાના યજમાન પરિવારના ચિ. નિકુંજ શંકર એ બહેનને ગંગાજળ આપવા ગયા તો એ બહેને કીધું હું રોજ રસોઈ બનવું ત્યારે મનમાં મનોરથ કરું કે ક્યારેક બાપુ મારી રસોઈ આરોગવા પધારશે અને આજે એ ઘડી આવી ગઈ હું મારી જાતને ધન્ય સમજુ છું, બાપુએ પોતાનો રાજીપો વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, આ રામકૃપા છે, 77 વરસે આરોગ્ય અને અવાજની સંભાળ માટે ગંગાજળ નિમિત્ત બને છે, બાકી મારો રામ બેઠો છે, ઇષ્ટ તત્વો અને સંતો સુધી છેવાડાનો માણસ ઘણીવાર આસાનીથી પહોંચી શકતો નથી તો આપણે સામે થી તેમની પાસે જવું જોઈએ.
Recent Comments