માન. વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીના અંગત
મદદનીશ મનસુખભાઈ જસાણીની સુપુત્રી ચિ.યસ્વી મનસુખભાઈ જસાણીએ કુંકાવાવ તાલુકાની અમરાપુર ગામની શ્રી બી.જે.દોશી હાઈસ્કુલમાં ધોરણ ૧ર ની પરીક્ષામાં ૯૯.૬૭ પી.આર. લાવીને બી.જે. દોશી હાઈસ્કુલ અમરાપુરમાં પ્રથમ નંબર આવીને જસાણી પરીવારનું ગોૈરવ વધારેલ છે, ચિ. યસ્વી ને માન. વિરોધપક્ષના નેતાએ શુભેચ્છા પાઠવી ખુબ ખુબ આગળ વધો અને સમાજનું નામ રોશન કરે તેવી શુભેચ્છા તથા ચિ. યસ્વી ઉપર સગા–વ્હાલા (પરીવાર) અને વિશાળ મિત્રસર્કલ માંથી અભિનંદનની વર્ષા થઈ રહેલ છે.
ચિ. યસ્વીના પિતા મનસુખભાઈ જસાણીની હુંફ મહેનત અને પરવરીશ, માતા પ્રભાબેન તથા મંત્ર જસાણીનો અસીમ પ્યાર પરીક્ષામાં તૈયારી કરાવતા તથા તેમના બાપુજી કાળુભાઈ જસાણીતથા તેમના કાકા અશોકભાઈ જસાણી તેમની સારસંભાળ રાખતા ચિ. યસ્વીએ ભવ્ય સફળતા મેળવેલ છે. કુંકાવાવ તાલુકાના અમરાપુર ગામે બી.જે.દોશી હાઈસ્કુલ માં અભ્યાસ કરે છે.


















Recent Comments