ગુજરાત

મામા કહેતી યુવતીને ભૂવાએ તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી આચર્યું દુષ્કર્મ, ફરિયાદ

સુરતના ઉગત આવાસમાં રહેતાં ૪૦ વર્ષીય ભૂવાએ પોતાને મામા કહેતી ૨૧ વર્ષીય યુવતીને જ પતિ અને ભાઈને મારી નાખવાની ધમકી આપી યૌનશોષણ કર્યાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી. દુષ્કર્મ બાદ લગ્ન કરવાનું કહી પાંચટ મહિના સુધી પોતાને ત્યાં રાખ્યા બાદ યુવતીએ રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ઉગત વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષીય યુવતીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ત પહેલાં રાંદેસ આવાસમાં રહેતી હતી. જ્યારે સમાજમાં ભૂવા તરીકે ઓળખાતાં અને હાલ ઉગત આવાસમાં રહેતાં ૪૦ વર્ષીય બીપીન ગોવિંદ સોંધરવા અડાજણ વિસ્તારમાં રહેતો હતો. તેની પત્નીએ આ યુવતીના પિતાએ બહેન માની હોઈ તે સંબંધથી બીપીનની અવરજવર તેમના ઘરે રહેતી હતી. અને આ યુવતી બીપીનને મામા તરીકે સંબોધન કરતી હતી. ૨૦૦૨માં યુવતીની માતાનું અવસાન થયા બાદ ત્રણેક વર્ષ બાદ પિતાએ બીજા લગ્ન કર્યાં હતા.

સાવકી માતા સાથે ફાવતું નહીં હોઈ આ યુવતી બીપીન જ્યાં રહેતો ત્યાં રહેવા જતી રહી હતી. ૨૦૧૮માં આ ભૂવાની પત્ની તેને છોડીને જકી રહેતાં બીપીન મે-૨૦૧૯માં ઉગત આવાસમાં રહેવા આવી ગયો હતો. આ યુવતીના પિતા અને ભાઈને મારી નાખવાનું કહી પોતાની સાથે રહેવા બોલાવી યૌનશોષણ કરનાર ભુવાએ લગ્ન કરવાને બદલે દાસી તરીકે રાખી ત્રીજી યુવતીને પત્ની તરીકે રાખનાર આ હવસખોર ભૂવ વિરુદ્ધ યુવતીએ રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Related Posts