માયાભાઈ આહીર બોરડા શ્રાવણ યજ્ઞ મૌન અનુષ્ઠાન
મહુવા પાસેનાં બોરડા ગામે શ્રાવણ માસ યજ્ઞ સાથે મૌન અનુષ્ઠાનમાં જાણીતા લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહીર રહ્યાં છે. લોક સાહિત્યનાં ગાન સાથે સનાતન સંસ્કૃતિની ઉપાસના કરતાં અહીંયા મહાનુભાવો દ્વારા દર્શન લાભ સાથે ભાવ અભિવાદન કરી રહ્યાં છે.આપણાં લોકસાહિત્યને તળપદી બોલીમાં રજૂ કરીને શ્રોતા રસિકોને મોજ કરાવનાર શ્રી માયાભાઈ આહીર તેમનાં વતન મહુવા પાસેનાં બોરડા ગામે શિવજીનાં મહિમાવંત શ્રાવણ માસ દરમિયાન યજ્ઞ અનુષ્ઠાન કરે છે.શ્રાવણ યજ્ઞ દરમિયાન સંતો, મહંતો, કલાકારો, અધિકારીઓ તેમજ સ્નેહીઓ પણ અહીંયા યજ્ઞ દર્શન સાથે સત્સંગ પ્રસાદ લાભ લઈ રહ્યાં છે. અહીંયા ગોહિલવાડની સુપ્રસિદ્ધ શ્રી ધનાભગત જગ્યાનાં મહંત શ્રી બાબુરામ મહારાજે યજ્ઞ પૂજન સાથે શ્રી માયાભાઈ આહીરનું આશિષ અભિવાદન કર્યું હતું.ગોહિલવાડથી લઈ દેશ વિદેશમાં લોક સાહિત્યનાં ગાન સાથે અનેક સ્થાનિક અને આંતર રાષ્ટ્રિય સન્માન મેળવી ચૂકેલ શ્રી માયાભાઈ આહીર યજ્ઞ અને મૌન અનુષ્ઠાન દ્વારા સનાતન સંસ્કૃતિની ઉપાસના કરતાં રહ્યાં છે. ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે આ પરિવાર આહુતિઓ અર્પણ કરી રહેલ છે.
Recent Comments