મારા ખેડૂત ભાઇઓને ન્યાય મળે, હું દિલથી પ્રાર્થના કરુ છુંઃ ધર્મેન્દ્ર
બોલિવૂડ એક્ટર ધર્મેન્દ્ર ખેડૂતોના સમર્થનમાં છે. તેઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ખેડૂતોને ન્યાયની માંગ પણ કરી રહ્યા છે. સોમવારે ધર્મેન્દ્રએ ટિ્વટર પર ખેડૂતોનો ફોટો શેર કર્યો અને લખ્યું – આજે મારા ખેડૂત ભાઈઓને ન્યાય મળે છે. હું પૂરા દિલથી પ્રાર્થના કરું છું દરેક ઉમદા આત્માને રાહત મળશે.
જણાવી દઈએ કે ૨૬ નવેમ્બરથી ખેડુતો દિલ્હી બોર્ડર પર બેઠા છે. કેન્દ્ર સરકાર સાથે અત્યાર સુધીમાં સાત તબક્કાની વાતચીત થઈ છે. અગાઉ પણ, ધર્મેન્દ્રએ ટિ્વટ કરીને ખેડૂતોના સમર્થનમાં લખ્યું હતું – મારા ખેડૂત ભાઈઓના દુઃખ જાેઈને હું ખૂબ જ દુખી છું. સરકારે ઝડપથી નિરાકરણ લાવવું જાેઈએ.
ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્ર જ્યારે ખેડુતોના સમર્થનમાં એક ટ્વીટ ડિલીટ કર્યું ત્યારે ટ્રોલર્સના નિશાન પર આવી ગયા હતા. . ધર્મેન્દ્રએ ટ્વીટમાં લખ્યું હતું કે- ‘સરકારને પ્રાર્થના કરો, જલ્દી ખેડૂત ભાઈઓની સમસ્યાનું સમાધાન શોધી લો, દિલ્હીમાં કોરોના કેસ વધી રહ્યા છે, આ વેદનાને જાેઈને.’ ધર્મેન્દ્રનું આ ટ્વીટ વાયરલ થયું છે. પરંતુ તે પછી અચાનક ધર્મેન્દ્રએ તેમનું ટ્વીટ ડિલીટ કર્યું.
તમને જણાવી દઇએ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ ખેડૂતોના સમર્થનમાં ઉભા છે. દિલજીત દોસાંઝ, પ્રિયંકા ચોપડા, સોનમ કપૂર, સોનુ સૂદ, ગિપ્પી ગ્રેવાલ, તપસી પન્નુ, રિતેશ દેશમુખ, જસબીર જસી, ગુરદાસ માન, ખેસારી લાલ યાદવ જેવા સ્ટાર્સે પણ ખેડૂતોના સમર્થનમાં ટિ્વટ કર્યું છે.
Recent Comments