જ્યારથી અનુપમ ખેરની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ‘ રીલિઝ થઈ છે ત્યારથી તે એક યા બીજા કારણોસર ચર્ચામાં રહી છે. આ ફિલ્મે અત્યાર સુધી બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી છે. દર્શકોએ ફિલ્મને ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે. અનુપમ ખેર સહિત આ ફિલ્મના તમામ કલાકારો લોકો તરફથી મળેલી પ્રતિક્રિયાથી એકદમ સંતુષ્ટ છે.
હવે અનુપમ ખેરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. અનુપમ આ વીડિયો દ્વારા કહી રહ્યા છે કે, જ્યારથી કાશ્મીર ફાઈલ્સ રિલીઝ થઈ છે ત્યારથી તેમના ઘરની નીચે પંડિતોની લાઈન લાગેલી છે. આ વીડિયોને શેર કરતા અનુપમ ખેરે કેપ્શનમાં લખ્યું, ‘છેલ્લા કેટલાક દિવસોથી ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ રિલીઝ થઈ ત્યારથી દર ત્રીજા અને ચોથા દિવસે પંડિત કે પૂજારી મારા ઘરની નીચે આવે છે અને પૂજા કરે છે અને કંઈપણ પૂછ્યા વગર જ નીકળી જાય છે. તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા બદલ હું આભારી અને કૃતજ્ઞ છું ! સર્વત્ર શિવ !’ વિવેક અગ્નિહોત્રી સ્ટારર ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ બોક્સ ઓફિસ પર સતત કમાણી કરી રહી છે.
આ ફિલ્મે વિશ્વભરમાં ૨૫૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. ફિલ્મ ટ્રેડ વિશ્લેષકો માને છે કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ સિનેમાઘરોમાંથી દૂર થાય તે પહેલા ભારતમાં ૨૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરી શકે છે. કાશ્મીરી પંડિતો પર આધારિત આ ફિલ્મમાં તેમના દર્દને દર્શકોની સામે ઉજાગર કરવામાં આવ્યા છે.જાે કે આ દરમિયાન ઘણી વખત વિવેક અગ્નિહોત્રી અને તેની ફિલ્મ કોઈને કોઈ કારણસર વિવાદોનો પણ સામનો કરવો પડ્યો.વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સમાં અનુપમ ખેર ઉપરાંત પલ્લવી જાેશી, દર્શન કુમાર, મિથુન ચક્રવર્તી સહિતના ઘણા દિગ્ગજ કલાકારો જાેવા મળે છે.
Recent Comments