fbpx
બોલિવૂડ

મારા પતિએ દગો કર્યો, એ પહેલાથી જ પરણીત છે અને એક બાળક પણ છેઃ રાખી સાવંત

બિગ બોસ ૧૪ના ઘરે રાખી સાવંત હાલમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. રાખી બધા લોકોનું મનોરંજન કરે છે. જાે કે, અંગત જીવનને લઈને રાખી સાવંત ખૂબ ચર્ચામાં રહે છે. રાખી તેના લગ્ન વિશે સીધી અને આડકતરી રીતે ઘણી વાર બોલી ચૂકી છે. પરંતુ હવે એક નવો પ્રોમો સામે આવ્યો છે, જેમાં રાખીએ ખુલાસો કર્યો છે કે તેમના પતિ રિતેશે તેમની સાથે દગો કર્યો છે. રિતેશ પહેલાથી જ પરિણીત છે. પ્રોમોમાં રાખી રાહુલને રડતાં રડતાં કહે છે કે મારા પતિના લગ્ન થઈ ગયા છે. તેણે મને કહ્યું પણ નથી.

હું કેટલીક પીડા સહન કરું. કારણ કે તેને એક બાળક પણ છે. મારે તો હજુ બાળક પણ નથી. આ પહેલા દેવોલીના સાથે વાત કરતી વખતે રાખી ભાવુક થઈ ગઈ હતી. તે કહે છે – હું કાંઈ કરી શકતી નથી. મારું લગ્નજીવન કાયદેસર નથી. મારે એક બાળક જાેઈએ છે. આ માટે મેં ઇંડા પણ રાખ્યા છે. દેવોલિનાએ તેમને સમજાવ્યું અને પૂછ્યું કે તું છોડી કેમ નથી દેતી, તમે આટલા સમય સુધી કેવી રીતે રહી શકશો.

તો રાખી જવાબ આપે છે કે એક જ જીવન છે અને એક જ પતિ હશે. રાખી શોમાં પહેલેથી જ કહી ચુકી છે કે તેનો પતિ લગ્ન પછી તરત જ તેને છોડીને જતો રહ્યો છે અને પછી એક વાર પણ પરત આવ્યો નથી. રિતેશે રાખીને ૫ વાર છૂટાછેડા આપવાની ધમકી પણ આપી હતી. રાખી સાવંતના લગ્નનો ફોટો પણ ખૂબ ચર્ચામાં રહ્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કર્યા હતા.

Follow Me:

Related Posts