નવાઝુદ્દીન સિદ્દીકી એવો અભિનેતા છે જેણે બોલીવૂડમાં ભરપુર મહેનતથી પોતાનું સ્થાન બનાવ્યું છે. શરૂઆતમાં ખુબ જ નાનકડા રોલ તેને મળતાં હતાં. પરંતુ આજે તેને કામ શોધવા જવું પડતું નથી. તાજેતરમાં તેની ફિલ્મ સિરીયસ મેન મૃાટે ઇન્ટરનેશલ એમી એવોર્ડનું નોમિનેશન મળતાં તેણે કહ્યું હતું કે આનાથી હું સન્માન અનુભવી રહ્યો છું. તેને બેસ્ટ ઍકટરની કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. આ ફિલ્મમાં આકાંક્ષા અને જ્ઞાતિવાદનું રાજકારણ દેખાડાયું છે.
ફિલ્મ મનુ જાેસેફની બૂક પર આધારિત છે. નવાઝુદ્દીને કહ્યું હતું કે નોમિનેશન મળવું એ મારા માટે ખૂબ મોટું સન્માન છે. આ ફિલ્મ ભારતીય સમાજની જટિલતા અને નબળાઇ પર પ્રકાશ પાડે છે. સુધીર મિશ્રાએ સ્ટોરીને ખૂબ સરસ રીતે બનાવી છે. નિર્દેશક સુધીર મિશ્રાએ કહ્યું કે હું હંમેશાં જાણતો હતો કે નવાઝ એકમાત્ર એવો છે જે આ પાત્રને ન્યાય આપી શકશે.
Recent Comments