મારા મિત્ર વડાપ્રધાન મોદીનો આભાર: બ્રિટિશ વડાપ્રધાન
ભારતના પ્રવાસે આવેલા બ્રિટનના પ્રધાનમંત્રી તેમના શાનદાર સ્વાગતથી ખુશ થઈ ગયા. પ્રધાનમંત્રી મોદીએ ફોટો ટ્વીટ કરીને કહ્યું કે, મિત્ર, તમને અહીં જાેઈને સારું લાગ્યું. પીએમ મોદીએ બોરિસ જાેનસન સાથે થનારી બેઠક પહેલાં જ ટ્વીટ કર્યું. અને કહ્યું કે, ભારતમાં તમારા પ્રવાસની રાહ હતી. ત્યારે આજે તમને અહીં જાેઈને ખુશી થઈ રહી છે મારા મિત્ર બોરિસ જાેનસન. શાનદાર સ્વાગતથી ખુશ થયેલા બોરિસ જાેનસને પ્રધાનમંત્રી મોદીને આભાર માન્યો. રાષ્ટ્રપતિ ભવન પહોંચતા પહેલાં તેમને રાજઘાટ પર જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. બોરિસ જાેનસને કહ્યું કે, આજે હું દિલ્લીમાં છું અને મારા જાેરદાર સ્વાગત માટે પ્રધાનમંત્રી મોદીનો આભાર માનું છું. આ પહેલાં મે આટલું શાનદાર સ્વાગત ક્યારેય નથી જાેયું.
તેમણે વધુમાં કહ્યું કે, મને નથી લાગતું કે ભારત અને બ્રિટેન વચ્ચે હાલ જે સારા સંબંધ છે તે પહેલાં ક્યારેય રહ્યા હશે. આ ક્ષણ દુનિયાના સૌથી મોટા લોકતંત્ર ભારત અને બ્રિટેન વચ્ચેની દોસ્તી માટે ખાસ છે. યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી બોરિસ જાેનસન ૨૧ એપ્રિલે અમદાવાદના મહેમાન બન્યા હતા. બ્રિટનના પીએમ બોરિસ જાેનસનનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં ભવ્ય રોડ શો યોજાયો અને ત્યાર બાદ ગાંધી આશ્રમની મુલાકાત લીધી. એ પછી બોરિસ જાેનસને હાલોલમાં ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના કાર્યક્રમમાં હાજરી આપી હતી. અગ્રણી ઉદ્યોગપતિને મળ્યા અને ત્યાર પછી તેઓ દિલ્લી પહોંચ્યાં.બ્રિટેનના પ્રધાનમંત્રી બોરિસ જાેનસન હાલ ભારતના પ્રવાસે છે. ભારત પ્રવાસના અંતિમ દિવસે પીએમ જાેનસન રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા. જ્યાં પ્રધાનમંત્રી મોદીએ બોરિસ જાેનસનનું ભવ્ય સ્વાગત કર્યું. આજે સવારે તેમને રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી પણ હાજર રહ્યા.
Recent Comments