fbpx
બોલિવૂડ

મારી ફૂડ ફિલ્મ્સ જાેઈને પિતા ખૂબ રાજી થાય છે : અભિનેત્રી હુમા કુરેશી

ફિલ્મોમાં ગ્લેમરસ રોલ કરનારી હુમા કુરેશીએ દેશના જાણીતા શેફ તરલા દલાલની બાયોપિકમાં લીડ રોલ કર્યો છે. વીડિયો અને પુસ્તકોના માધ્યમથી પોતાની રસોઈકલાને હજારો પરિવાર સુધી પહોંચાડનારા સ્વ. તરલા દલાલની બાયોપિકમાં હુમાએ તેમનો રોલ કર્યો છે. હુમાની સાથે શારિબ હાશમી પણ લીડ રોલમાં છે. હુમાએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, આ ફિલ્મ તેના દિલની ખૂબ નજીક છે અને તેનું કારણ તેના પિતા છે. હુમાના પિતા સલીમ કુરેશી રેસ્ટોરન્ટ ચેઈન્સ ચલાવે છે અને તેથી હુમા માને છે કે, તેના ડીએનએમાં ફૂડ રહેલું છે. હુમાએ અગાઉ ૨૦૧૨ના વર્ષમાં લવ શવ તે ચિકન ખુરાના ફિલ્મ કરી હતી અને તેની આવી ફિલ્મો કરતી જાેઈ પિતાને લાગે છે કે, હુમા તેમનો વારસો આગળ વધારી રહી છે. મહિલા તરીકે તરલા દલાલની સ્ટોરીને પોતાની સાથે રીલેટ કરતાં હુમાએ જણાવ્યું હતું કે, ઘણાં સમય પહેલાં તેમણે જે કામ કર્યું, તે કરવાનું ખૂબ અઘરું હતું. તેઓ કઈ રીતે ઘરે બેસીને આગળ વધ્યા અને પુસ્તકો લખ્યાં શો કર્યાં તે ખૂબ આશ્ચર્યજનક છે. તરલા દલાલે પુસ્તકો અને વીડિયો દ્વારા અનેક લોકોને નવી રેસિપી આપી હતી અને હજારો ઘરમાં તેમની રસોઈનો સ્વાદ પહોંચ્યો હતો. હુમાએ ફિલ્મમાં તરલા દલાલ જેવો લૂક મેળવાની સાથે તેમની બોડી લેન્ગવેજ અને હાવભાવ પર પણ ખાસ ધ્યાન આપ્યું હતું. આ રોલ માટે તરલા દલાલના કૂકિંગ વીડિયો જાેવાની સાથે હુમાએ તેમના પુસ્તકો પણ વાંચ્યા હતા. ફિલ્મના શૂટિંગ માટે હુમાએ તેમની જેમ જ સાડી પહેરી હતી. શૂટિંગ દરમિયાન હુમાને તેના ફોટોગ્રાફવાળી કૂકિંગ બુક અપાઈ ત્યારે હુમા ખૂબ ખુશ થઈ હતી. ફિલ્મમાં તરલા દલાલનો રોલ કરનારી ૩૬ વર્ષીય હુમાએ સ્વીકાર્યું હતું કે, તેની કૂકિંગ સ્કિલ તરલા દલાલ જેવી સારી નથી. જાે કે દાલ અને પાસ્તા જેવી વસ્તુઓ સારી બનાવી શકે છે.

Follow Me:

Related Posts