અમરેલી

મારી ફૂલ જેવી દીકરીને નવજીવન મળ્યું દીકરીના પિતા જાગૃતભાઈ ચૌહાણ 

સાવરકુંડલા શહેરમાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની આરોગ્ય લક્ષી નિશુલ્ક સેવા પ્રદાન કરવાના અભિગમથી દર્દીઓના પિતાના મુખમાંથી આવા  સુખદ ઉદ્ગારો સરી પડતાં અનેક કિસ્સાઓ જોવા મળે છે. આમ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર એટલે ખરાં અર્થમાં દર્દીને નારાયણનું સ્વરૂપ સમજતું ભગવાન ધન્વંતરિના આદર્શ સાથે ચાલતું અનોખું આરોગ્ય ધામ સાવરકુંડલા હેલ્થ ડિપાર્ટમેન્ટમાં કાર્યરત્ જાગૃતભાઈ ચૌહાણ જણાવે છે કે, ગઈકાલ મોડી રાત્રે મારી દીકરી ક્રીવા ચૌહાણ ખાટલા ઉપરથી પડી જતા માથાના પાછળના ભાગમાં ગંભીર ઈજા થતાં તાત્કાલિક ધોરણે શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે લઈ જતાં ત્યાંના ડોક્ટરો દ્વારા પરિસ્થિતિને સમજીને તાત્કાલિક માથાના ભાગે ટાંકા લઈ અને સીટી સ્કેન માટે અમરેલી મોકલી ખૂબ ઉમદા કામગીરી કરેલ જે ખરેખર એક બાળકીનો જીવ બચાવેલ આ કામગીરી બદલ અમો શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિરના તમામ ડોક્ટરશ્રીઓ તથા ટ્રસ્ટીઓ તથા તમામ કર્મચારીઓનો દિલથી આભાર માનીએ છીએ. વળી આ તમામ સારવાર એક પણ રૂપિયો ફી લીધા વગર, તમામ પ્રકારની સારવાર તદ્દન ફ્રી છે. અરે નવાઈની વાત એ છે કે, કેશ બારી જ નથી. આમ આવા અનેક દર્દીઓના સ્વજનોના અંતરના આશિષ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની તબીબી ટીમ, પેરામેડિકલ સ્ટાફ તથા આરોગ્ય મંદિર ખાતે ફરજ બજાવતા તમામ કર્મયોગીઓ તથા ટ્રસ્ટીઓને અવિરત પ્રાપ્ત થતાં જોવા મળે છે. આ સંસ્થામાં આપેલું અનુદાન સો ટકા દર્દીઓની ઉત્તમોત્તમ સારવાર અર્થે વપરાય છે જેનો આ બોલતો પુરાવો છે. શક્ય હોય તો એક વખત  આ સંસ્થાની મુલાકાત લઈને પ્રત્યક્ષ પ્રમાણની અનુભૂતિ પણ કરવા જેવી ખરી.. 

Related Posts