મારી માટી મારો દેશ માટીને નમન વીરોને વંદન કરવાના દેશવ્યાપી અમૃત કળશ યાત્રાનો સાવરકુંડલા તાલુકા કક્ષા કાર્યક્રમ ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયતના પટાંગણમાં યોજાયો.
મારી માટી મારો દેશ માટીને નમન, વિરોને વંદન કરવાના દેશવ્યાપી અમૃત કળશ યાત્રાનો સાવરકુંડલા તાલુકા કક્ષા કાર્યક્રમ ધારાસભ્ય મહેશભાઇ કસવાળાના અઘ્યક્ષ સ્થાને સાવરકુંડલા તાલુકા પંચાયતના પંટાગણમાં યોજવામાં આવ્યો હતો. સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા દ્વારા અધિકારીઓ અને પદાધિકારી સંગાથે તાલુકાના ગામડાઓમાંથી આવેલા સરપંચો, કર્મીઓને કળશ યાત્રા પ્રસંગે દેશની માટી માટે શપથ લેવડાવ્યા હતા
તથા વીર સપૂતોને વંદન સાથે સરપંચો દ્વારા ગામડાઓમાંથી લાવેલા માટીના કળશ ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ સ્વીકાર્યા હતા આ તાલુકા કક્ષાના કળશ યાત્રા પ્રસંગે સાવરકુંડલા ડેપ્યુટી કલેકટર ભાલાળા મેડમ, મામલતદાર ગોહિલ, સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખશ્રી જીવનભાઈ વેકરીયા, સાવરકુંડલા તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા, ઉપપ્રમુખ પરશોતમભાઈ ઉમટ, તાલુકા ભાજપ મહામંત્રી ચેતનભાઈ માલાણી, નીતીનભાઈ નગદીયા, પ્રમોદભાઈ રંગાણી,સાવરકુંડલા ટાઉન પોલીસ ઇન્સ્પેકટર સોની, તાલુકા વીકાસ અધીકારી પરમાર, તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો, ભાજપ અગ્રણીઓ તથા કાર્યકર મીત્રો હાજર રહ્યાં હતા. ગામડે ગામડેથી કળશ એકત્ર કરી જિલ્લા સુધી પહોંચાડવાની જવાબદારીના ભાગરૂપે ધારાસભ્ય મહેશભાઇ કસવાળાએ સહ્રદય સ્વીકાર કરીને દેશના જવાનો અને દેશની માટીને માથે ચડાવીને સ્વીકાર કર્યો હતો.
Recent Comments