રાષ્ટ્રીય

મારી સામે યુવાઓની સાગર દેખાઈ રહ્યો છે, ગુજરાતના યુવાનો આકાશ આંબવા માટે તૈયાર : વડાપ્રધાન

મારી સામે યુવાનોનો સાગર દેખાઈ રહ્યો છે. જે આસમાનને ટચ કરવાની શક્તિ ધરાવે છે. હું નવયુવાનોને શુભકામનાઓ આપું છું. ગુજરાત સરકારને વિશેષરૂપે આ ભવ્ય આયોજન બદલ ઘણી શુભકામનાઓ આપું છું.    

કોરોના ના કારણે બે વર્ષ સુધી ખેલ મહાકુંભ પર બ્રેક લાગેલી હતી પરંતુ ભુપેન્દ્રભાઈ એ જે ભવ્યતા સાથે આયોજન શરૂ કર્યું છે એટલા યુવાન ખેલાડીઓને નવા જોશ થી ભરી દીધા છે વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે મને યાદ છે 12 વર્ષ પહેલા 2010માં ગુજરાતના મુખ્યમંત્રી હોવાના નાતે એ કાળમાં ખેલ મહાકુંભની શરૂઆત થઇ હતી અને આજે હું કહી શકું છું કે જે સપનાના બીજને વાવ્યું હતું તે આજે વટવૃક્ષ બનતું જોવા મળી રહ્યું છે.      

આ બીજને હું આ વિચાર વટવૃક્ષ નો આકાર લેતા જઈ રહ્યો છું. 2010માં પહેલા ખેલ મહાકુંભમાં જ ગુજરાતમાં 16 સ્પર્ધામાં હતી 13 લાખ ખેલાડીઓ સાથે તેનો પ્રારંભ કર્યો હતો. મને ભુપેન્દ્રભાઈ એ કહ્યું કે 2019 માં થયેલા ખેલ મહાકુંભમાં આ ભાગીદારી 40 લાખ પહોંચી હતી. 36 ગેમ્સ અને 26 પેરાલિમ્પિક ગેમમાં 40 લાખ ખેલાડીઓ હતા.    

યોગાસન, સ્કેટિંગથી લઇ દરેક ખેલમાં આપણા યુવાનો આજે કમાલ કરી રહ્યા છે હવે આંકડો 40 લાખથી પાર કરી 55 લાખથી વધુ પહોંચી ગયો છે.     શક્તિ દૂત જેવા કાર્યક્રમો થકી ખેલ મહાકુંભના ખેલાડીઓને સહયોગ આપવાની જવાબદારી સરકાર ઉઠાવી રહી છે. સતત અભિયાન અત્યારે પ્રયત્નથી ખેલાડીઓએ આગળ કરી રહી છે.  ખેલાડી જ્યારે પ્રગતિ કરે છે ત્યારે તેની પાછળ મોટી તપસ્યા હોય છે.

Related Posts