ગુજરાત

મારું વડોદરા બદનામ થાય તેના કરતા સારું છે કે હું ઉમેદવારી પાછી ખેંચી લઉં ; રંજન ભટ્ટ

ગુજરાતના રાજકારણની સૌથી મોટી ખબર આવી છે. વડોદરાના ઉમેદવાર જાહેર થયા બાદ રંજનબેન ભટ્ટ સામે ભાજપમાં જ ભારે આંતરિક વિવાદ જાેવા મળ્યો હતો. તો રંજનબેન વિરુદ્ધ પોસ્ટર વોર પણ શરૂ થયું હતુ. ત્યારે હવે રંજનબેનની એક ટિ્‌વટથી વડોદરાનું રાજકારણ હચમચી ગયું છે. રંજનબેને ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવી છે. લોકસભાની ચૂંટણી માટે વડોદરાથી ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટે ટ્‌વીટ કરીને કહ્યું કે, હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી ૨૦૨૪ ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવુ છું.

ઉમેદવારી જાહેર થયાના દસ દિવસમાં જ રંજન ભટ્ટે ઉમેદવારી પાછી ખેંચી છે. છેલ્લા દસ દિવસમાં રંજન ભટ્ટ સામે અનેક વિરોધ ઉઠ્‌યા હતા. રંજન ભટ્ટ સામે પોસ્ટર વોર શરૂ થયું હતું. ત્યારે હવે ખુદ રંજન ભટ્ટે ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવી છે. તેમણે સોશિયલ મીડિયામાં વહેલી સવારે આ જાહેરાત કરી છે. આ ખબર બાદ મોટી સંખ્યામાં તેમના સમર્થકો તેમના ઘરે પહોંચી ગયા હતા. તો બીજી તરફ, ભાજપમા સસ્પેન્ડ થયેલા જ્યોતિ પંડ્યાએ રંજન ભટ્ટની ઉમેદવારી પાછી ખેંચવા પર નિવેદન આપ્યું કે, આ વડોદરાવાસીઓની જીત છે.

રંજન ભટ્ટે ઝી ૨૪ કલાક સાથેની એક્સક્લુઝીવ વાતચીતમાં જણાવ્યું કે, મેં વડોદરાની ૧૦ વર્ષ સેવા સમર્પિત થઈને કરી છે. ફરીથી ત્રીજીવાર મને ભાજપે ટિકિટ આપી હતી. પંરતુ છેલ્લા દસ દિવસથી જે ચાલી રહ્યું છે તે જાેતા લાગ્યું, કે જે રીતે લોકો ચલાવી રહ્યા. મને અંતર આત્માના અવાજે કહ્યું કે, હવે નથી કરવું. મને એવું થયું કે, ચૂંટણી નથી લડવી. મને સવારે ભગવાનની પૂજા કર્યા બાદ એવુ થયુ કે, ચૂંટણી નથી લડવી. વિરોધીઓને એવુ લાગતુ હોય કે તેમની જીત થઈ તો તેઓ ખુશ થાય. હુ તો ભાજપને સમર્પિત છું. કાર્યકર તરીકે આગળ પણ કામ કરતી રહીશ. વડોદરાને સીટ છોડીને પીએમ મોદીએ મને સેવા કરવાની તક આપી હતી. હું હંમેશા સમર્પિત રહીને પ્રજા વચ્ચે રહી હતી. મેં વડોદરાનું કામ કર્યું છે. પણ, મને સવારથી એવું થયું કે, રોજેરોજ કોઈને નવુ કરવુ પડે તો તેના કરતા હુ સામેથી જ કહી દઉ કે નથી લડવું.
તેમણે વધુમાં કહ્યું કે, મને કોઈ દુખ નથી. ખોટા આક્ષેપ કરવા અને મારી બદનામી કરવી તેના કરતા સારું છે કે હુ ઉમેદવારી પાછી ખેંચુ. મારી સામે પોસ્ટર વોર થયું, તેમાં કોંગ્રેસના પ્રમુખનો હાથ છે. તેમાં તપાસ થઈ રહી છે. તેમાં સાચુ બહાર આવશે. મને સરકાર પર વિશ્વાસ છે કે, જે વ્યક્તિ પાછળ સંડોવાયેલા હોય તેને શોધી કાઢશે. પરંતુ વડોદરામાં સંસ્કારની નગરીમાં છેલ્લા દસ દિવસથી જે લોકો કરી રહ્યા હતા તે મારી બદનામી થાય તેના કરતા ઉમેદવારી પાછી ખેંચી લઉં. શું પાર્ટી તરફથી ઉમેદવારી પરત લેવા કહ્યું તે વિશે રંજન ભટ્ટે ખુલાસો કર્યો કે, પાર્ટી તરફથી કોઈ સૂચના અપાઈ નથી. પરંતુ મારું વડોદરા બદનામ થાય તેના કરતા આ સારું હતુ. પાર્ટી જે નામ માટે ઉમેદવારી કરશે તેના માટે કામ કરીશ. પાર્ટી તમને જ ઉમેદવારી કરવા પ્રેશર કરશે તો તેના જવાબમાં તેમણે કહ્યું, હું આજે છોડી રહી છું. પાર્ટીએ તો ટિકિટ આપી જ હતી, પરંતુ હવે મને નથી લડવું.

વડોદરામાં રંજન ભટ્ટની ઉમેદવારીનો સૌથી પહેલો વિરોધ કરનાર જ્યોતિ પંડ્યાની પ્રતિક્રીયા આવી છે. જ્યોતિ પંડ્યાએ કહ્યું કે, સત્યની જીત થઈ છે. આ દેશની અને વડોદરા શહેરની સંસ્કારી નગરીના નાગરિકોને અને પરંપરાઓને નમન કરું છું. નરેન્દ્ર મોદી સાહેબ આપ દેશના વડાપ્રધાન એમની લીડરશીપમાં કોઈ ડાઉટ નથી. વડોદરાના નાગરિકોને લાગણી અને ન્યાય મળ્યો છે. ક્યાંક હું નિમિત્ત બની છું. તો ક્યાંક ક્યાંક અમારા સાથીઓ નિમિત્ત બન્યા છે. ઈશ્વર જે કર્યું છે સારું કર્યું છે અને કરતા રહેશે. સત્યમેવ જયતે ઈશ્વરને ધન્યવાદ અને બધાને ધન્યવાદ. આજે સીટ પર લડવાની ના પાડી છે કાર્યકર્તા કરતા તરીકે કામ કરવાની વાત કરી છે. વિકાસની રાજનીતિને સારો રંગ મળશે,હોળી ધુળેટી નો તહેવારને પણ સારો રંગ મળશે.

Related Posts