ગુજરાત

મારુતિ મહિલા મંડળ દ્વારા માનવતાની મહેક હજારો જોડી કપડાં જરૂરિયાત મંદો ને વિતરણ કરાયા

સુરત શહેર માં કંઇક ને કઈક સતકર્મ ચાલતા જ રહે છે સદવિચાર ને તુરંત ક્રિયાશીલ બનાવી ને બીજા ના ભલા માં આપણું ભલું છે તણખલા જેટલો પણ ઉપકાર કરવા ની તક મળે તો પણ કરી લેવો કારણ કે તેના ફળ તાડ જેટલા મોટા હોય છે નારી શક્તિ એ આ વંદનીય મુહિમ ચલાવી હતી સુરત શહેર ની વિવિધ સોસાયટી ઓમાં ફરી સારી કન્ડિશન ના પહેરવા લાઈક  કપડાં ની હજારો જોડી એકઠી કરી અને તેની જોડી વાઇજ ગોઠવણ કરી  રક્તપિત્ત રોગથી પીડિત પ્રભુજી ઓને કપડા વિતરણ કરવામાં આવ્યા દર વર્ષની જેમ અવિરત પણે ચાલતી આ મુહિમ ને આ વર્ષે પણ શ્રી મારુતિ સેવા મહિલા મંડળ ની બહેનો એ સેવા પરમો ધર્મ દ્વારા જુના પહેરવા લાયક પાંચ થી સાત હજાર જોડી કપડા એકત્ર કરવામાં આવ્યા હતા શ્રી મારુતિ મહિલા મંડળ (શોભાબેન  બહેનો)સહિત ની મહિલા ઓએ અંજની સોસાયટી નો ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો છે શ્રેય માર્ગે ચાલવા ની પ્રેરણા આપતી આ મુહિમ માં કપડા સરખા કરી બે થી ત્રણ આશ્રમોમાં વિતરણ કાર્ય માં મદદ કરતા આજીવન સેવાના ભેખધારી ૧૦૮ વખત રક્તદાન કરી ચૂકેલા શ્રી મનસુખભાઈ કાસોદરીયા એ આપના હાથ જગન્નાથ કોઈપણ સેવા હોય તત્પર જ હોય સૃષ્ટિ ના દરેક જીવાત્મા ના કલ્યાણ ની કામના એજ મંત્ર બનાવી ને સેવારત રહેતા મનસુખભાઇ કાસોદરિયા એ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા આવ્યા છે એમના નેજા હેઠળ આ રક્તપિત પીડિત પરિવારો “મધર ટેરેસા આશ્રમ” છાપરાભાઠા ખાતે 2000 જોડી કપડાં વિતરણ કરવામાં આવ્યા મનસુખભાઈ જણાવ્યું હતું કે હું છેલ્લા 28 વર્ષથી આ આશ્રમમાં નિસ્વાર્થ ભાવે સેવા આપતો રહ્યો છું એમના જણાવ્યા મુજબ આ પીડિત મહાપ્રભુજી ઓને એકવાર જે કપડા પહેરાવ્યા હોય તે બીજીવાર પહેરાવવામાં આવતા નથી જેથી કરીને ત્યાં વધારે જરૂર પડતી હોય છે એટલે ખરેખર જ્યાં જરૂર છે ત્યાં તમે સેવા પહોંચાડો આવા ઉદ્દેશથી આ સેવા કાર્ય પૂરુ પાડવામાં આવ્યું અને સાથે સાથે વિનંતી કરતા જણાવ્યું હતું કે આવી યોગ્ય જગ્યા એ યોગ્ય સમયે યોગ્ય મદદ કરી માનવતા મહેકાવતા રહી એનો સુંદર સદેશ આપ્યો હતો 

Related Posts