મારે રક્ષણની જરૂર નથી, હું એકલો જ કુટી લઉં તેમ છું:નિતિનભાઈ પટેલ
નર્મદાની કલ્પના સરદાર પટેલની હતી જવાહરલાલ નહેરુની ન હતી, એટલું જ નહીં નર્મદા યોજના આગળ ના વધે એ માટેનું કામ જવાહરલાલ નેહરુએ કર્યું હતું. નર્મદાની સંપૂર્ણ કલ્પના સકાર થઈ એની ક્રેડિટ માત્ર સરદાર પટેલને જાય છે બીજા કોઈને નહીં, તેવું નિવેદન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરતા ગૃહમાં જાેરદાર હંગામો થયો હતો. આ દરમિયાન કોંગ્રેસના નૌશાદ સોલંકી અને ગ્યાસુદ્દીન શેખ વેલમાં ધસી આવી નીતિન પટેલ સામે આક્રમક વિરોધ વ્યક્ત કર્યો હતો.
બંને પક્ષના ધારાસભ્યો જગ્યા ઉપર ઊભા થઈને વિધાનસભામાં જાેરદાર હંગામો કરતા સૌપ્રથમ વખત સાર્જન્ટોની ફોજ વિધાનસભામાં ઉતરી હતી. તો બીજી તરફ નીતિન પટેલની બેઠક આસપાસ કોંગ્રેસના ધારાસભ્યો ધસી જતા માફી માગોના નારા લગાવતા હતા. તે દરમિયાન કોંગ્રેસના પ્રતાપ દુધાત અને પરેશ ધાનાણીએ તેમના સભ્યોને બે હાથ જાેડીને પોતાની જગ્યા ઉપર બેસવા અપીલ કરી હતી. નીતિન પટેલ સાથે કંઈક અજુગતું ન બને તે માટે આ બંને ધારાસભ્યો સતર્ક રહ્યા હતા જાેકે ભારે હંગામાની વચ્ચે વિધાનસભા અધ્યક્ષ ગૃહ ૧૫ મિનિટ મુલતવી રાખવાની જાહેરાત કરી હતી.
આ દરમ્યાન કોંગ્રેસના દંડક ડો. સી.જે.ચાવડાએ ભારે હંગામા વચ્ચે નિવેદન આપ્યું કે, સરદાર પટેલ પણ વર્ષો સુધી કોંગ્રેસના હતા, એટલે એ અમારી જ કલ્પના હતી. તમે તમારી જાતને સાથે લાવવાની કોશિશ કરશો નહીં. ગુજરાતી પ્રજા બધું જાણે છે. એવું નિવેદન કરતા ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો પોતાની જગ્યાએ ઉપર ઊભા થઈને પ્રબળ વિરોધ કર્યો હતો.ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન કલ્પસર યોજના અને નર્મદા યોજના અંગે સત્તાપક્ષ અને વિપક્ષ આક્રમક અંદાજમાં આમને સામને આવતાં ગૃહનું વતાવરણ ઉગ્ર બન્યું હતું. છેલ્લી ઘડીએ બંને પક્ષે ચાલેલી શાબ્દિક ધડબડાટીમાં કોંગ્રેસના ધારાસભ્યો આક્રમક બન્યા હતા
અને નીતિન પટેલની માફી માગવાની જીદ કરી હતી. બીજી તરફ ગૃહની વાતાવરણ તંગ બનતા ગ્રુહમાં સુરક્ષા કર્મચારીઓ નીતિન પટેલ ના રક્ષણ માટે આવ્યા હતા ત્યારે નીતિનભાઈએ કહ્યું કે મને તમારા રક્ષણની જરૂર નથી હું કુટી લઉં તેમ છું. તેમ કહી ગૃહમાં કહ્યું હતું કે કોંગ્રેસ સરદાર પટેલનું અવમૂલ્ય કરે છે. એટલું જ નહીં નર્મદા યોજના માટે જવાહરલાલ નહેરુએ મંજૂરી ન આપી તે ન જ આપી આ તો અમારા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈએ નર્મદાના દરવાજાની મંજૂરી આપી અને યોજના સાકાર થઈ એમ કહેતા વિધાનસભામાં હંગામો થયો હતો.
Recent Comments