રાજુલા અને જાફરાબાદ પંથકમાં રીંગણાની પુષ્કળ આવક થઈ રહી છે. માર્કેટમાં જુદાજુદા પાંચ પ્રકારના રીંગણાનું વેંચાણ જોવા મળે છે. આવક વધારે હોવા છતાં પણ રીંગણાનો ભાવ વધારે હોવાથી ગૃહિણીઓમાં કચવાટ જોવા મળે છે. જેના કારણે રીંગણાની ખરીદી પણ ઘટી છે.
આ વર્ષે સારો વરસાદ થયો હોવાથી કુવા અને બોરમાં પુષ્કળ પાણી છે. જેના કારણે રાજુલા અને જાફરાબાદ માર્કેટમાં ગ્રામ્ય વિસ્તારમાંથી પાંચ કલરના રીંગણાની આવક જોવા મળે છે. અહી કાંટાળા રીંગણા, ગોળ રીંગણા, ઓળાના રીંગણા સહિત જુદાજુદા પાંચ પ્રકારના રીંગણાની માર્કેટમાં વધુ આવી રહ્યા છે. પણ ભાવ વધુ હોવાથી ખરીદી પણ ઘટી છે. જેના કારણે વેપારીઓની ચિંતામાં વધારો થયો છે. શાકમાર્કેટમાં શાકભાજીનો વેપાર કરતા પિનાંક ઠાકરે જણાવ્યું હતું કે લાંબા રીંગણા હોય તેનું નામ એરીયા રીંગણ આપ્યું છે. તેની આવક પણ અત્યારે વધારે જોવા મળે છે.
તેમજ એરડીયા રીંગણ સુરતથી આવે છે. તેની આવક ઓછી છે. તે ખાવામાં ગુણકારી હોવાથી તેની ખરીદી પણ વધારે જોવા મળે છે. પણ અન્ય પ્રકારના રીંગણાની પુષ્કળ આવક જોવા મળે છે. પરંતુ તેમના ખરીદાર્થી ઘટ્યા છે. કારણ કે જે ખરીદી કરવાવાળા હોય તે પણ જુદા જુદા પ્રકારના હોય છે. ઉપરાંત રાજુલા અને જાફરાબાદમાં રીંગણાની ખુબ આવક હોવા છતાં પણ ભાવ ભડકે બળી રહ્યો છે. જેની અસર ખરીદી પર પણ જોવા મળે છે.
એક કિલો વજનના રીંગણાની પણ આવક
શાકભાજીના વેપારીએ જણાવ્યું હતું કે બજારમાં જુદાજુદા પ્રકારના રીંગણાની સાથે સાથે વજનમાં પણ સાે ગ્રામથી એક કિલાે સુધીનું રીંગણ જોવા મળે છે. પણ ભાવ વધુ હોવાથી ગૃહિણીઓમાં કચવાટ વધુ જોવા મળે છે.
Recent Comments