ગત તા.પ/પ/ર૦ર૧ નાંરોજ બીજી ટર્મનાં ચેરમેન સ્વ.મોહનભાઈ નાકરાણીનું દુ:ખદ અવસાન થયેલ હતુ. તેઓની બાકી રહેતી મુદત માટે આજરોજ તા.૦૬.૦૭.ર૦ર૧ ને મંગળવાર નાંરોજ માર્કેટયાર્ડનાં ચેરમેનની ચુંટણી આજરોજ ચુંટણી અધિકારી અને જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ, રાજકોટ વી. આર. કપુરીયા દ્વારા કરવામાં આવી હતી. ચેરમેનની ચુંટણીમાં માર્કેટયાર્ડનાં ચુંટાયેલ ડીરેકટરોએ મતદાન કરવાનું હોય છે.
બાકી રહેતી મુદતનાં ચેરમેન તરીકે પી.પી.સોજીત્રાની દરખાસ્ત શૈલેષભાઈ સંઘાણીએ મુકેલ અને તેને જયેશભાઈ નાકરાણીએ ટેકો આપેલ હતો. બીજા કોઈ ડીરેકટરનું ચેરમેન તરીકે ફોર્મ ભરાયેલ ન હતુ. માત્ર એકજ ચેરમેન તરીકે પી.પી.સોજીત્રાનું ફોર્મ આવતા ચુંટણી અધિકારી અને જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ, રાજકોટ વી. આર. કપુરીયા, પી. પી. સોજીત્રાને બીજી ટર્મનાં બાકી રહેતી મુદતનાં માર્કેટયાર્ડ અમરેલીનાં ચેરમેન તરીકે બિનહરીફ ચુંટાયેલ જાહેર કરેલ હતા.
ચેરમેન તરીકે શ્રી પી. પી. સોજીત્રા બિનહરીફ ચુંટાતા તેમના સમર્થકો અને ચાહકોએ ફુલહારથી તેઓને વધાવી લીધેલ હતા. બજાર સમિતિના ડીરેકટરો, કર્મચારીઓએ તેઓને ફુલહાર કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
Recent Comments