અમરેલીમાં સાવરકુંડલા રોડ ખાતે બનેલ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અમરેલી, નવા માર્કેટયાર્ડમાં સિઝનનાં નવા મસાલાની આવકો શરૂ થઈ છે. જેમાં આજે તા.૧૦/૦૧/ર૦રર ને મંગળવારનાં અજમા, ધાણા, ધાણીની આવક થયેલ છે. સાવરકુંડલા ગામનાં દિલીપભાઈ ર૧ ગુણી ધાણા લઈ આવેલ જેનો ર૦ કિલોનો ભાવ રૂા.૧ર૯૯/– રહેલ તથા તાતણીયા ગામનાં હરેશભાઈ ૧ર ગુણી ધાણી લઈ આવેલ જેનો ભાવ રૂા.૧૩૦૧/– રહેવા પામેલ હતો. જયારે ગારીયાધાર તાલુકાનાં વાળુકડ તથા કુંભણ ગામથી ખેડૂતશ્રી ભુપતભાઈ તથા અમરશીભાઈ અજમાની ૭ ગુણી લઈ આવેલ જેનો ર૦ કિલોનો ભાવ રૂા.૩૧૬૦/– થી ૩ર૦૦/– સુધી થયેલ છે. તેમ બજાર સમિતિનાં સેક્રેટરી તુષારભાઈ હપાણીએ એક અખબારયાદીમાં જણાવ્યુ હતુ.
માર્કેટયાર્ડ–અમરેલીમાં સિઝનનાં નવા મસાલાની આવક શરૂ થઈ

Recent Comments