અમરેલીમાં સાવરકુંડલા રોડ ખાતે બનેલ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અમરેલી, નવા માર્કેટયાર્ડમાં ગત તા.ર૪/૦૧/ર૦ર૩ ને મંગળવાર નાંરોજ સિઝનનાં નવા ટુકડા ઘઉંની આવક શરૂ થઈ હતી. જેમાં નવનીતભાઈ મારકણા રે. ઈશ્વરીયા તા. ગોંડલ શ્રીરામ ટ્રેડીંગ કાું.ની દલાલીમાં અંદાજીત ર૦ કટા ટુકડા ઘઉં લઈ આવેલ હતા. જેનો ર૦ કિલોનાં ભાવ રૂા.પ૮ર/– થયેલ. નવા ઘઉની ખરીદી માર્કેટયાર્ડનાં વેપારીશ્રી જોગાણી બ્રધર્સએ કરી હતી. તેમ બજાર સમિતિનાં સેક્રેટરી તુષારભાઈ હપાણીએ એક અખબારયાદીમાં જણાવ્યુ હતુ.
માર્કેટયાર્ડ–અમરેલીમાં નવા ઘઉંની આવક શરૂ થઈ

Recent Comments