fbpx
અમરેલી

માર્કેટ યાર્ડ રાજુલા દ્વારા રાજુલા તાલુકા ના ખેડૂતો ને સહાય થી તાલપત્રી તથા દવા છંટકાવ પંપ વિતરણ કરવામાં આવેલ

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-રાજુલા દ્વારા રાજુલા તાલુકાના ખેડૂત ખાતેદાર ખેડુતભાઇઓને તાલપત્રી તથા બેટરીવાળા દવા છંટકાવ પંપ સહાય થી વિતરણ કરવામાં આવેલ. જેમાં તાલપત્રીમાં રૂ.500/- (પ્રતિ એક તાલપત્રી) માં સહાય તેમજ બેટરીવાળા દવા છંટકાવ પંપ માં રૂ.500/- (પ્રતિ એક બેટરીવાળા દવા છંટકાવ પંપ) માં સહાય થી વિતરણ કરવામાં આવેલ. આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રવક્તા તેમજ મંત્રીશ્રી મહેશભાઈ કસવાળા, પૂર્વ ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી, માર્કેટ યાર્ડના પ્રમુખશ્રી છગનભાઈ ધડુક, ઉપપ્રમુખશ્રી મનુભાઈ ધાખડા, તાલુકા સંઘના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી પીઠાભાઈ નકુમ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હરસુરભાઈ લાખણોત્રા, માર્કેટ યાર્ડના ડિરેક્ટર શ્રી અરજણભાઈ વાઘ, કનુભાઈ કલસરિયા, જસુભાઇ સોડવડિયા, રમેશભાઈ વસોયા, રાજેશભાઈ પરસાણા, ખીમજીભાઇ જીંજાળા, બાબભાઈ વરુ, હુસેનભાઇ સેલોત, દુલાભાઈ વાવડીયા, તાલુકા સંઘના ડિરેક્ટરશ્રી દાદબાપુ વરુ, રાજુલા તાલુકા શહેર પ્રમુખશ્રી પરેશભાઈ લાડુમોર, રાજુલા શહેર મહામંત્રીશ્રી મહેન્દ્રભાઈ ધાખડા, ભાજપના આગેવાનશ્રી રવુભાઈ ખુમાણ, સાગરભાઇ સરવૈયા, હરેશભાઈ ગોહિલ, કનુભાઈ ધાખડા, વલકુભાઈ બોસ, મુકેશભાઈ ગુજરીયા, મનુભાઈ ઝાપોદર, તેમજ રાજુલા તાલુકાની સેવા સહકારી મંડળીઓના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતભાઈઓ હાજર રહેલા હતા.

Follow Me:

Related Posts