fbpx
અમરેલી

માર્કેટ યાર્ડ સાવરકુંડલામાં નવા કપાસની આવક, મુહુર્તમાં રૂા.૪૦૧૧/- પ્રતિમણ ના ભાવ બોલાયા

આજરોજ સાવરકુંડલા માર્કેટયાર્ડમાં સિજનના નવા કપાસ ની આવક આંબરડી ગામના ખેડુત વિપુલભાઇ ઘીરૂભાઇ સભાયા એ બજરંગ ટ્રેડર્સ ના કમીશનમાં વેચવા માટે આવેલ. સિજન ના  નવા કપાસ ના આજરોજ શ્રીગણેશ થયેલ હોય,  જેની ચેરમેનશ્રી ના હસ્તે વિઘીસર પુજન કરી શ્રીફળ વઘેરીને મો મીઠુ કરાવીને હરરાજી ની શુભ શરૂઆત કરવામાં આવી અને કપાસ ખરીદનાર વેપારીશ્રીઓ, તેમજ યાર્ડના સેક્રેટરીશ્રી આર.વી.રાદડીયા, આ.સેક્રેટરીશ્રી મુકેશભાઇ ત્રિવેદી, ઇન્સ્પેકટરશ્રી વનરાજભાઇ ખુમાણ, ઓક્ષનર વિનુભાઇ અગ્રાવત, હિતેશભાઇ જોષી તેમજ સ્ટાફગણ, ડીરેકટરશ્રીઓની ઉ૫સ્થિતીમાં કપાસ ખરીદનાર વેપારીઓમાં મુહુર્તનો કપાસ ખરીદવા માટે બોલીઓ બોલવામાં આવતા રીયલ ટ્રેડર્સ વાળા પરેશભાઇ ૫ટેલ દ્વારા રૂા.૪૦૧૧ ની ઉચી બોલી બોલીને મુહુર્ત નો કપાસ ખરીદ કરેલ. જેથી મુહુર્ત ના સારા ભાવ બોલાતા ખેડુતોમાં ૫ણ ખુશીનો માહોલ છવાયો હતો. તેમ આસી.સેક્રેટરીશ્રી ની યાદી જણાવે છે.

Follow Me:

Related Posts