અમરેલી

માર્ગદર્શક અને હૃદયસ્થ એવા ડૉ. પ્રતાપભાઈ પંડ્યાના જન્મદિવસ નિમિત્તે એમના દ્વારા શરૂ કરવામાં આવેલ “ગુલમહોર” મેગેઝિનનું મૂક બધિર શાળાનાં બાળકોના સાનિધ્યમાં લોકાર્પણ કરવામાં આવ્યું. 

મનીષાબેન પંડ્યાના માર્ગદર્શન અને પ્રેરણા તેમજ  ઉમેશભાઈ જોશીના સંપાદન નીચે આ સુંદર મજાનું અમરેલી જિલ્લા સાહિત્ય સર્જક પરિવારનું અનિયતકાલીન મેગેઝિન  સાહિત્ય રસિકો સમક્ષ મૂકવામાં આવેલ છે. ગુજરાતી સાહિત્યના મુર્ધન્ય સાહિત્યકારો તેમજ નવોદિત લેખકોને આ અંકમાં સમાવવામાં આવ્યા છે. ગુજરાતી સાહિત્યનાં બે સુપ્રસિદ્ધ સર્જક બહેનો  કાલિન્દીબહેન પરીખ અનેભારતીબહેન ગોહિલનો સુંદર સહયોગ આ મેગેઝિનમાં સાંપડ્યો છે તેમનો પણ આ તકે આભાર માનવામાં આવેલ.

ગુલમહોર મેગેઝિનના પરામર્શક તરીકે  ઉદયભાઈ દેસાઈ,પરેશભાઈ મહેતા તથા કેતનભાઇ જોશીએ સેવા આપી હતી.આજના આ સમારંભમા ગુજરાત સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ ગાયક કલાકાર વિમલભાઈ મહેતા તેમના ગાયક સંગીત સાધક સુપુત્ર તેમજ લોકસાહિત્ય સેતુના પ્રમુખ મહેન્દ્રભાઈ જોશીએ ખાસ ઉપસ્થિત રહી પૂ.પ્રતાપદાદાને જન્મદિવસની શુભેચ્છાઓ શ્રદ્ધાંજલી વંદન સહ પાઠવી. અમેરિકા સ્થિત આદરણીય મનિષાબેન દ્વારા પૂજ્ય પ્રતાપદાદાને ગમતા દિવ્યાંગ બાળકોને  મોજ કરાવતા કાર્યક્રમમા તમામ દિવ્યાંગ  બાળકોને કાળઝાળ ગરમીમાં આઈસ્ક્રીમ પીરસી ઠંડક પ્રસરાવી.

Related Posts