માર્ગ અને મકાન (રાજ્ય) રાજુલા પેટા વિભાગ કચેરીનું હિંડોરણા (જંકશન) ખાતે સ્થળાંતર
માર્ગ અને મકાન (આર એન્ડ બી) રાજુલા પેટા વિભાગ (રાજ્ય) કચેરીનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અગાઉ નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, માર્ગ અને મકાન પેટા વિભાગ (રાજ્ય) રાજુલા કચેરી, જૂની મામલતદાર ઓફિસ કમ્પાઉન્ડ, રાજુલા ખાતે કાર્યરત હતી તેનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. માર્ગ અને મકાન રાજુલા પેટા વિભાગ (રાજ્ય) કચેરીને તેના જૂના સ્થળેથી બદલીને રાજુલા તાલુકાના હિંડોરણા (જંકશન) ખાતેના નવા સ્થળ પર ખસેડવામાં આવી છે.
નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી, માર્ગ અને મકાન રાજુલા પેટા વિભાગ (રાજ્ય), મુ.હિંડોરણા (જંકશન), તા.રાજુલા, જિ.અમરેલી પિન નં.૩૬૫૫૬૦ના સરનામા પર ખસેડવામાં આવતા સંબંધિતોને આ કચેરી સાથેના તમામ પત્રવ્યવહાર હવેથી સ્થળાંતરિત થયેલ નવા સરનામા પર કરવા માર્ગ અને મકાન રાજુલા પેટા વિભાગ (રાજય) ના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments