માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ૧૧,૧૮૫ કરોડની જાેગવાઈ

- સાત વર્ષ કે તેથી વધુ સમય સુધી રિકારપેટ ના થયા હોય તેવા ૪૯૪૯ કામોના ૧૬,૮૫૭ કિમી લંબાઈના રસ્તાના રિસરફેસિંગ માટેના કામો ૪૫૦૬ કરોડના ખર્ચે હાથ ધરાશે
- ૩૪૦૦ કરોડના ખર્ચે ૬૮ નવા રેલવે ઓવરબ્રિજ બનશે
- ૨૮૯૩ કરોડના ખર્ચે અમદાવાદ-બગોદરા-રાજકોટના ૨૦૧ કિમીના રસ્તાને સિક્સ લેન બનાવવાનું કામ પ્રગતિમાં
- સૌરાષ્ટ્રના તમામ જિલ્લાને અમદાવાદ અને ગાંધીનગર સાથે જાેડતા રાજકોટથી અમદાવાદ રસ્તાનું ૨૬૨૦ કરોડના ખર્ચે સિક્સ લેનનું કામ પ્રગતિ હેઠળ
- ૧૧૬ રસ્તાના અનુભાગોની ૧૯૫૧ કિમ લંબાઈને ૧૦ મીટર કે ૭ મીટર પહોળા કરવાની કામગીરી ૨૩૩૧ કરોડના ખર્ચે પ્રગતિમાં
- ૩૦૧૫ કિમીના ગ્રામ્ય માર્ગોને સાડા પાંચ મીટર સુધી પહોળા કરવા ૧૭૪૯ કરોડની અંદાજીત કિંમતના કામોનું આયોજન
- અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રાજ્ય સરકારના શેરફાળા પેટે ૧૫૦૦ કરોડની જાેગવાઈ
- અમદાવાદ-મહેસાણા હાઈવે સિક્સ લેન બનશે, જેના માટે ૧૦૦ કરોડની જાેગવાઈ
- વિધાનસભાની સદસ્ય નિવાસ સમિતિની ભલામણ અનુસાર ગાંધીનગર ખાતે નવું સદસ્ય નિવાસ સંકુલ બનાવાશે
Recent Comments