માર્ગ અસ્માતમાં ઘવાયેલા સાવરકુંડલા પાલીકાના ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણીનું સારવાર દરમિયાન દુખદ નિધન
સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી તારીખ ૨૧ /૭ ના ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમમાં હાજરી આપી કારમાં પરત સાવરકુંડલા આવી રહ્યા હતા ત્યારે બગોદરા અને બાવળા વચ્ચે આગળ જઈ રહેલ ટેન્કર સાથે કારનો ગંભીર અકસ્માત થતા કારમાં આગળની સીટમાં બેઠેલા જયસુખભાઈ નાકરાણીને માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી. તેઓને તાત્કાલિક રાજુલા પાલીકાના સ્ટાફ દ્વારા અમદાવાદ ખાતે સારવારમાં માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ધારાસભ્ય શ્રી મહેશભાઇ કસવાલા તેમની મદદ માટે સતત સાથે રહ્યાં હતાં. બે દિવસની સઘન સારવાર કારગત નહિ થતા ગઈકાલે સાંજે શ્રી નાકરાણી નિધન પામ્યા. છે .જયસુખભાઈ નાકરાણીના દુખદ નિધનના સમાચાર સાવરકુંડલા શહેરમાં ફરી વળતા શાહેરભરમાં શોક વ્યાપી ગયો છે સ્વર્ગસ્થ નાકરાણી અને મીલનસાર અને પરગજું સ્વભાવના અને હંમેશા અન્યને ઉપયોગી બનવાની ભાવના ધરાવતા હતા તેઓ શ્રી પાલીકામાં ભાજપના સદસ્ય તરીકે સતત ત્રીજી વખત ચૂંટાયા હતા અને પાલિકામાં ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા હતા જ્યારે અગાઉની ટર્મમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે સફળ સેવા બજાવી હતી. તેઓએ શહેર ભાજપ મહામંત્રી તરીકે પણ સેવા આપી હતી. તાલુકા યુવક મંડળના પ્રમુખ ડાયમંડ માર્કેટના પ્રમુખ ,સરદાર પટેલ સોશિયલ ગ્રુપના ઉપપ્રમુખ, સમર્પણ ગૌશાળામાં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા હોય શહેરીજનોમાં આદરભર્યું સ્થાન ધરાવતાં હતાં. શહેરની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા અને શહેરીજનોના હર કોઈ પ્રશ્ન માટે અડધી રાતનો હોકારો હતા. તેઓના દુઃખદ નિધનથી સાવરકુંડલાનાં શહેરીજનોને મોટી ખોટ પડી છે તેમના નિધનથી શહેરમાં શોક ફેલાય ગયો છે આજે સવારે શોકમગ્ન વાતાવરણમાં તેમના નિવાસ સ્થળેથી નીકળેલી અંતિમયાત્રામાં તમામ પક્ષના રાજકીય આગેવાનો, સામાજિક સેવાભાવી સંસ્થાના આગેવાનો પાલિકાના સદસ્યશ્રીઓ કર્મચારીઓ સાથે મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા અને મહામૃત્યુંજયનાં જાપ સાથે સ્વ. શ્રી નાકરાણીને અંતિમ વિદાય આપી હતી. શ્રી નાકરાણી તેમની પાછળ પુત્ર પુત્રી પત્ની સહીત પરીવારજનોને વિલાપ કરતા છોડી ગયા છે.
Recent Comments