fbpx
રાષ્ટ્રીય

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ, નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા ભારત આવશે

ભારત સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ૯ જૂને નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા નવી દિલ્હી આવશે. તેમણે પીએમ મોદીનું આમંત્રણ સ્વીકાર્યું છે. નેબર ફર્સ્ટ પોલિસી હેઠળ ભારતે નેપાળ, ભૂતાન, શ્રીલંકા, મોરેશિયસ, બાંગ્લાદેશ અને માલદીવ જેવા દેશોના વડાઓને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ મોકલ્યું છે. મુઇઝુએ સપ્તાહના અંતે નવી દિલ્હીમાં યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ સ્વીકાર્યું છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાષ્ટ્રપતિ મુઈઝુની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત અંગે માલદીવના રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ પહેલા મુઈઝુએ બુધવારે મોદીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા માટે મોદી સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
જો કે, માલદીવના રાષ્ટ્રપતિ બન્યા બાદ મોહમ્મદ. મુઈઝુની આ પ્રથમ ભારત મુલાકાત હશે. જો કે મુઈઝુને ચીનનો સમર્થક માનવામાં આવે છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમણે પરંપરા તોડીને ભારતને બદલે પહેલા ચીનની મુલાકાત લીધી હતી. આ સિવાય માલદીવમાંથી ભારતીય સૈનિકોને હટાવવાનો ર્નિણય કરીને તેણે ભારત સાથે તણાવના બીજ વાવ્યા. જોકે, બાદમાં તેમનું વલણ નરમ પડવા લાગ્યું. તેથી, ભાજપ અને એનડીએની સતત ત્રીજી જીત પર, મુઇઝુએ ‘ઠ’ પર કહ્યું હતું કે, “મોદી, ભાજપ અને ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ)ને ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં સતત ત્રીજી વખત સફળતા મેળવવા બદલ અભિનંદન. “તેમણે કહ્યું. “હું બંને દેશોની સમૃદ્ધિ અને સ્થિરતા માટે અમારા સામાન્ય હિતોને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવા આતુર છું.”

Follow Me:

Related Posts