ગુજરાત

માલપુરમાં છાત્રાલયની રૂમમાં વિદ્યાર્થીનો લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ, પોલીસે વધુ તપાસ હાથ ધરી

છેલ્લા કેટલાક સમયથી અરવલ્લી જિલ્લામાં મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે માલપુર તાલુકાના ગોવિંદપુર કંપા ગામે આવેલા છાત્રાલયની રૂમમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. માલપુરના ડબારણ ગામનો વતની ગુકુલ અરજણ મસાર ગોવિંદપુર કંપા ગામે આવેલ શાળા માં અભ્યાસ કરતો હતો અને એજ ગામના બક્ષીપંચ છાત્રાલયમાં રહેતો હતો. બપોરે આ વિદ્યાર્થી શાળાની રીસેસમાં છાત્રાલયમાં પરત આવ્યો હતો. ત્યારબાદ સાંજ પછી છત્રલાયના અન્ય વિદ્યાર્થીઓ છાત્રાલયમાં પોતાની રૂમ પર પરત આવ્યા. ત્યારે ગોકુલ મસારની રૂમ અંદરથી બંધ હાલતમાં જાેવા મળી હતી.

રૂમની બારીમાંથી જાેયું તો ગોકુલ મસાર રૂમમાં લટકતી હાલતમાં જાેવા મળ્યો હતો. સમગ્ર ઘટનાને લઈ ગૃહપતિએ માલપુર પોલીસને અને વિદ્યાર્થીના વ્હાલીજનોને જાણ કરી હતી. જાણ થતાં માલપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વ્હાલીના આવ્યા બાદ મૃતદેહને નીચે ઉતારી માલપુર સીએચસીમાં પીએમ અર્થે મોકલી અપાયો હતો. મૃત્યુ થવાનું કારણ હાલ અકબંધ છે. ફક્ત ધોરણ – ૮માં અભ્યાસ કરતો વિદ્યાર્થી અભ્યાસના સ્થળે ગળેફાંસો ખાય તે બાબત સૌ કોઈ માટે વિચારમાં મૂકે તેવી છે. જાેકે હાલ તો માલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts