અરવલ્લી જિલ્લાના માલપુર અને મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે અનેક કાચા અને જર્જરિત મકાનોને અસર થયેલી જાેવા મળી છે. તંત્રની પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખુલવા પામી છે. પાંચ દિવસના વિરામ બાદ અરવલ્લી જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. ત્યારે માલપુર નગરના ખડીયા વિસ્તારમાં આવેલું એક જૂનું જર્જરિત મકાન ધરાશઇ થયું છે.
મકાનના આગળનો ભાગ સંપૂર્ણ પણે ધ્વસ્ત થયો છે. જ્યારે ઘટના બની ત્યારે આસપાસ નાના ભૂલકાઓ રમતા હતા. તેવામાં મકાન પડવાનો સહેજ અવાજ થતા દોડી ગયા હતા. આમ નાના બાળકોનો આબાદ બચાવ થયો હતો. ચોમાસા અગાઉ આવા જર્જરિત મકાનોનો સર્વે કરી ઉતારી લેવા કડક સૂચના આપવાની હોય છે. ત્યારે પ્રિ-મોન્સૂનની નબળી કામગીરીના કારણે આવા કાચા મકાનો પડી જતા હોય છે અને ક્યારેક મોટી હોનારત સર્જાતી હોય છે.
Recent Comments