માલવણ પાસે દારૂ ભરેલી કારે ગૌ વંશને અડફેટે લેતા ૧૧ના મોત

સેલવાસથી એક કાર નં. (જીજે-૧૬-બીએન-૭૩૩૪)માં વિપુલ પ્રાણમાં દારૂનો જથ્થો ભરીને કારનો ચાલક કોસ્ટલ હાઇવે થઈને બીલીમોરા તરફ જવાનો હોવાની બાતમી ડુંગરી પોલીસની ટીમને મળી હતી. મળેલી બાતમીના આધારે ડુંગરી પોલીસની ટીમે ધરાસણા ત્રણ રસ્તા પાસે બાતમી વાળી કારની વોચ ગોઠવી હતી. જે દરમિયાન બાતમી વાળી કાર આવતા કાર ચાલકને અટકાવવાનો ઈશારો કર્યો હતો. પોલીસની ટીમને જાેઈ ગભરાયેલા કાર ચાલકે દારૂના જથ્થા સાથે પકડાઈ જવાની બીકે દારૂ ભરેલી કારને આગળ હંકારી મૂકી હતી. પોલીસે દારૂ ભરેલી કારનો ફિલ્મીઢબે પીછો કર્યો હતો.
પોલીસે પીછો કરતા દારૂ ભરેલી કારના ચાલકે પુરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે કારને કોસ્ટલ હાઇવે ઉપર બીલીમોરા તરફ હંકારી મૂકી હતી. જે દરમિયાન રસ્તા ઉપર બેઠેલા ગૌ વંશોને કારનાં ચાલકે કાર સાથે અડફેટે લીધા હતા. જેમાં ૧૧ના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. પોલીસે રસ્તા ઉપર પડેલા ઇજાગ્રસ્ત ગૌ વંશને અગ્નિવીર ગૌ રક્ષકની ટીમની મદદ લઈને સારવાર માટે ખસેડ્યા હતા અને દારૂ ભરેલી કારના ક્લીનર ભાવેશ કાળીદાસ પટેલની ધરપકડ કરી હતી.
જ્યારે કારના ચાલક દિવ્યેશ છીબુ પટેલ અને દારૂનો જથ્થો મંગાવનાર પાર્થ સુભાષ પટેલ બંને ઇસમોને વોન્ટેડ જાહેર કરી કારમાંથી ૧૯૩૭ બોટલ દારૂનો જથ્થો જેની કિંમત ૧.૯૧ લાખ અને કાર મળી કુલ ૬.૯૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.સેલવાસથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ભરીને એક કારનો ચાલક કાર કોસ્ટલ હાઇવે થઈ નવસારી તરફ જવાનો હોવાની બાતમી ડુંગરી પોલીસની ટીમને મળી હતી.
જે બાતમીના આધારે ડુંગરી પોલીસે બાતમી વાળી કારને ધરાસણા ત્રણ રસ્તા પાસે કારને અટકાવવાનો પ્રયાસ કરતા કારના ચાલકે કાર આગળ હંકારી મૂકી હતી. ડુંગરી પોલીસે દારૂ ભરેલી કારનો ફિલ્મીઢબે પીછો કર્યો હતો. જે દરમિયાન માલવણ નજીક કોસ્ટલ હાઇવે ઉપર રસ્તા ઉપર બેઠેલા ગૌ વંશોને દારૂ ભરેલી કારના ચાલકે અડફેટે લીધા હતા. જેમાં ૧૧ના ઘટના સ્થળે જ મોત થયા હતા. પોલીસે અંધારામાં સંતાઈ ગયેલા ક્લીનર અને દારૂનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
Recent Comments