માલીમાં ખાણ ધસી પડવાથી ૭૦થી વધુ લોકોના મોત
માલીમાં એક અનિયમિત સોનાની ખાણ ધસી પડવાથી ૭૦થી વધુ લોકોના મોત થયા છે. મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. ઘટનાસ્થળ પર ઉપસ્થિત માલી ચેમ્બર્સ ઓફ માઈન્સના અધ્યક્ષ અબ્દુલ્લાયે પોનાએ જણાવ્યું કે અકસ્માત સમયે ખાણમાં લગભગ ૧૦૦ લોકો હાજર હતા. એપીના રિપોર્ટ મુજબ આ અકસ્માત દક્ષિણ પશ્ચિમી કોલિકોરો વિસ્તારના કંગાબા જિલ્લામાં શુક્રવારે થયો.
જાે કે અધિકૃત રીતે મંગળવારે પહેલીવાર ખાણ મંત્રાલયના એક નિવેદનમાં આ અંગે જણાવવામાં આવ્યું અને આશંકા વ્યક્ત કરાઈકે દુર્ઘટનામાં અનેક ખાણ કામદારો માર્યા ગયા છે. સરકારના રાષ્ટ્રીય ભૂવિજ્ઞાન અને ખનન નિદેશાલયના એક વરિષ્ઠ અધિકારી કરીમ બર્થેએ એપીને અકસ્માતની પુષ્ટિ કરી. આફ્રીકાના નંબર ૩ સોના ઉત્પાદક દેશ માલીમાં આવા અકસ્માતો હાલતા ચાલતા થતા રહે છે. આંતરિયાળ વિસ્તારોમાં ખાણમાં કામ કરતા મજૂરો માટે કામ દરમિયાન સુરક્ષા ઉપાયોની અવગણનાનો આરોપ લાગતો રહ્યો છે.
બર્થેએ કહ્યું કે ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટનાઓથી બચવા માટે સરકારે માઈનિંગ સેક્ટરમાં એક વ્યવસ્થા લાવવી જાેઈએ. ખાણ મંત્રાલયના નિવેદનમાં દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કરવામાં આવ્યો. મંત્રાલયે ખનન સ્થળો પાસે રહેતા ખનિકો અને સમુદાયોને સુરક્ષા નિયમોનું પાલન કરવાની અપીલ કરી. હાલના વર્ષોમાં એવી ચિંતા ઊભી થઈ છે કે ઉત્તરી માલીમાં અનિયમિત ખનનથી થનારા નફાથી તે વિસ્તારમાં સક્રિય ચરમપંથીઓને ફાયદો પહોંચી શકે છે. જાે કે આ અકસ્માત દક્ષિણ માલીમાં રાજધાની બમાકો પાસે થયો છે. અમેરિકી વાણિજ્ય વિભાગની સાથે ઈન્ટરનેશનલ ટ્રેડ એમિનિસ્ટ્રેશન મુજબ સોનું અત્યાર સુધી માલીનું સૌથી મહત્વપૂર્ણ નિકાસ છે જેમાં ૨૦૨૧માં કુલ નિકાસનો ૮૦ ટકાથી વધુ ભાગ સામેલ છે. ૨ મિલિયનથી વધુ લોકો, કે માલીની ૧૦ટકાથી વધુ વસ્તી આવક માટે માઈનિંગ સેક્ટર પર ર્નિભર છે.
Recent Comments