આફ્રિકાના ગરીબ દેશ માલીમાં એક મહિલાના ગર્ભમાં રહેલા સાત બાળકો જન્મવાની રાહ જાેઇ રહયા છે. એક સાથે સાત બાળકો ગર્ભમાં ઉછરી રહ્યાં હોવાની બાબત અસાધારણ છે. આથી મહિલાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હવા ઉપરાંત સાર સંભાળ માટે માલી દેશની સરકાર મહિલાને મોરકકો મોકલવાની તૈયારી કરી રહી છે. માલીના આરોગ્ય ખાતાના જણાવ્યા અનુસાર આમ તો ઘર આંગણે સારવાર મળી શકતી હતી પરંતુ આ વિશિષ્ટ પરીસ્થિતિમાં મહિલાને સારી ચિકિત્સાની જરુર હોવાથી આ ર્નિણય લેવામાં આવ્યો છે.
એક બે કે ત્રણ નહી પરંતુ સાત બાળકોનો ગર્ભમાં ઉછેર થઇ રહયો હોવાની ઘટનાએ માલીમાં ચર્ચા જગાવી છે. આ મહિલા છેલ્લા બે સપ્તાહથી પાટનગર બમાકોની એક હોસ્પિટલમાં સારવાર લઇ રહી હતી.
અસાધારણ ગર્ભાવસ્થાની સ્થિતિનું સતત મોનિટરિંગ કરતા રહેવું જરુરી બન્યું છે. સ્થાનિક મીડિયામાં ૨૫ વર્ષની મહિલાનું નામ જણાવવામાં આવ્યું નથી પરંતુ તે માલીના ઉત્તરમાં આવેલા ટિંબકટુની રહેવાસી છે. આ મહિલાની સારવારનો તમામ ખર્ચ સરકારે ઉઠાવવાનું નકકી કર્યુ છે.
મહિલા એક સાથે સાત બાળકોને જન્મ આપશે તેવા સંજાેગોમાં પણ દરેકનું પાલન-પોષણ કરવું તેના માટે પડકારરુપ બનશે. આ મહિલા પર આવનારી સંભવિત આફતમાં મદદ માટે માલીના અનેક લોકોએ ઓફર કરી છે.
ઉલ્લેખનિય છે કે, એક સાથે આટલા વધુ સંખ્યામાં શિશુ ગર્ભમા ઉછરી રહ્યાં હોય અને પછી જન્મ આપ્યો હોય તેવી ઘટનાઓ ભૂતકાળમાં પણ બની છે. ૧૯૯૮માં સાઉદી એરબિયાની ૪૦ વર્ષની એક મહિલાએ સાત બાળકોને જન્મ આપ્યો હતો. ૨૦૦૮માં ઇજીપ્તમાં ૨૭ વર્ષની એક મહિલાએ સાત સ્વસ્થ બાળકોની માતા બની હતી.
Recent Comments