fbpx
રાષ્ટ્રીય

માલ્યા,મોદી,ચોકસીની ૯૩૭૧ કરોડની સંપત્તિ સરકારી બેન્કોને ટ્રાન્સફર કરાઇ

ભારતમાં બેંકીંગ કૌભાંડના કેસમાં સરકારી એકસનની અસર હવે જાેવા મળી છે. વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી પર સરકારની ચોક્કસાઇની અસર જાેવા મળી છે. સરકારે બેંકોના અંદાજે ૯૩૭૧ કરોડ રૂપિયાની સંપત્તિ ટ્રાન્સફર થઇ ગઇ છે. ઇડીના જણાવ્યા મુજબ ભાગેડુ આરોપી વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસીની ૯૩૭૧ કરોડ રૂપિયાની સંપત્તિ સરકારી બેંકોને ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. જેથી કૌભાંડના કારણે થયેલા નુકસાનની ચુકવણી થઇ શકે. ઇડીએ કહ્યું કે, વિજય માલ્યા અને પીએનબી બેંક ભ્રષ્ટાચાર મામલે બેંકોની ૪૦ ટકા રકમ પીએમએલએ હેઠળ જપ્ત કરવામાં આવેલા શેરોના વેચાણ દ્વારા વસુલવામામં આવી.

ઇડીએ ટિ્‌વટ કરીને કહ્યું કે, ઇડીએ ફકત પીએમએલએ હેઠળ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસીના મામલે ૧૮,૧૭૦.૦૨ કરોડ રૂપિયાની સંપત્તિને જપ્ત કરવામાં આવી છે. બીજી બાજુ ૯૩૭૧.૧૭ કરોડની કિંમતવાળી સંપત્તિને સરકારી બેંકોને ટ્રાન્સફર પણ કરવામાં આવ્યા છેે.

જાેકે મેહુલ ચોકસી અને તેનો ભત્રીજા નીરવ મોદી પર કેટલાક બેંક અધિકારીઓની મીલીભગતથી પંજાબ નેશનલ બેંકની સાથે કથિત રીતે ૧૩,૫૦૦ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચારનો આરોપ છે. નીરવ મોદી હજુ લંડનની એક જેલમાં બંધ છે. જ્યારે મેહુલ ચોકસી ડોમિનિકાની જેલમાં બંધ છે. બંને વિરૂધ્ધ સીબીઆઇ તપાસ કરી રહ્યું છે અને તેને ભારત પ્રત્યર્પિત કરવાના પ્રયત્નો ચાલુ છે.

ઇડીએ કહ્યું કે વિજય માલ્યા અને પીએનબી બેંકના છેતરપિંડીના કેસમાં બેંકોની ૪૦૦ ટકા રકમ પીએમએલએ હેઠળ જપ્ત કરાયેલા શેરના વેચાણ દ્વારા વસૂલ કરવામાં આવી છે. અયોગ્ય કિંગફિશર એરલાઇન્સના માલિક વિજય માલ્યા હાલમાં ઈંગ્લેન્ડમાં છે, ઇડીના જણાવ્યા અનુસાર માલ્યાના પ્રત્યાર્પણની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ થઈ ગઈ છે. તેમની કંપનીએ બેંક લોન પર ડિફોલ્ટ કર્યો હતો. જયારે ઇડી અને સીબીઆઈ આ કેસની તપાસ કરી રહ્યા હતા, ત્યારે માલ્યા ૨ માર્ચ, ૨૦૧૬ ના રોજ દેશ છોડી ભાગી ગયો હતો.

હાલમાં વિજય માલ્યા લંડનમાં, નીરવ મોદીને લંડનની જેલમાં અને મેહુલ ચોકસીની ડોમિનિકાની ધરપકડ કરવામાં આવી છે. પીએમએલએ તપાસ પૂર્ણ થઇ ગઈ છે અને ઇડીએ ત્રણેય સામે ગુનો દાખલ કર્યો છે. ત્રણેયને ભારત લાવવા યુ.કે. અને એન્ટિગુઆ-બારબૂડાને પ્રત્યાર્પણની વિનંતીઓ મોકલવામાં આવી છે. વેસ્ટમિંસ્ટર કોર્ટે માલ્યાના પ્રત્યાર્પણને મંજૂરી આપી. તેને યુકે હાઇકોર્ટે પણ મંજૂરી આપી દીધી છે. માલ્યાને યુકેની સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવાની મંજૂરી આપવામાં આવી નથી, જેના કારણે તેને ખૂબ જ ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે.

નીરવ મોદી વિશે વાત કરતા વેસ્ટમિંસ્ટર કોર્ટે નીરવ મોદીના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. છેલ્લા બે વર્ષથી તે લંડનની જેલમાં બંધ છે. મુંબઈ પીએમએલએ કોર્ટે માલ્યા અને મોદીને આર્થિક ભાગેડુ જાહેર કર્યા છે.

Follow Me:

Related Posts