માવઠાથી નુકશાની ના સર્વમાં લીલીયા તાલુકાને સમાવેશ કરવા મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રજૂઆત કરતા પૂર્વ-ધારાસભ્ય પ્રતાપ દુધાત
લીલીયા તાલુકા ના ગામડાઓમાં હમણા સતત કમોસમી (માવઠા) વરસાદ પડી રહ્યો છે. જેમાં આ વિસ્તારમાં ચોમાસા ની સીઝન હોય તેમ પવન સાથે સતત (માવઠા ) વરસાદ પડી રહ્યો છે. જેમાં આ ખારાપાટ વિસ્તારમાં ખેડૂતો ના ખેતરો બહાર વરસાદી પાણી થી ભર્યા છે. અને ખેડૂતોને તેમના પાકો માં ઘણુંજ નુકશાન થયેલ છે. મગફળી, ઘઉં, તલ, ચણા, અને બાગાયતી પાક કેરી ને ઘણુજ નુકશાન થવા પામેલ છે.
સરકાર શ્રી દ્વારા લીલીયા તાલુકા ને ઓરમાયું વર્તન રાખીને તેમની ગાઈડલાઈન્સ માં બાકાત રાખેલ હોય, પરંતુ લીલીયા તાલુકામાં આ કમોસમી (માવઠા) વરસાદ સતત ઘણા સમયથી પડી રહ્યો છે. અને ખેડૂતોના પાકો નિષ્ફળ થઇ રહેલ હોવા છતાં લીલીયા તાલુકાને બાકાત રાખવામાં આવેલ હોય, અને આજદિન સુધી કોઈ સર્વે ની ટીમ તપાસ કરવા આવેલ નથી. અને ધારાસભ્યો હાલ ૨૦-૨૦ ક્રિકેટ ની રમત રમી રહ્યા છે. તેમને ખેડૂતો ની વેદના સમજાતી નથી ખેડૂત ની હાલની સ્થિતિ ખુબજ ખરાબ થવા પામેલ છે, ખેડૂતોને આવી કુદરતી આફતો, હોનારતો,વાવાઝોડા, અતિવૃષ્ટિ જેવી આફતો માંથી માંડ બહાર આવે છે. ત્યારે અચાનક આવી માવઠા રૂપી આફત હોવા છતાં સરકાર કે તંત્ર ના પેટમાં પાણી પણ હલતું નથી, ખેડૂત બિચારો,બાપડો થઇ રહેલ છે.
જેથી ખેડૂતો ની મનોદશા તેમના પ્રશ્ને વાચા આપવા આજરોજ સાવરકુંડલા-લીલીયા મત વિસ્તાર નાં પૂર્વ-ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા મુખ્યમંત્રી અને કૃષિમંત્રી શ્રી ને પત્ર દ્વારા રજૂઆત કરી ને લીલીયા તાલુકાને થયેલ અન્યાય સામે વહેલી તકે ખેડૂતોને થયેલ નુકશાની નું વળતર માટે તાત્કાલિક લીલીયા તાલુકાને સમાવેશ કરી સર્વેની કામગીરી કરવામાં આવે અને ખેડૂતોને થયેલ નુકશાની નું વળતર આપવામાં આવે.
Recent Comments