fbpx
અમરેલી

માવતર જોઈ એ છે ની હદયસ્પર્શી વિચાર પ્રેરક અપીલ કરતી સંસ્થા સદભાવના વૃદ્ધાશ્રમ” નિરાધાર નો આધાર

માવતર જોઈ એ છે ની વિચાર પ્રેરક અપીલ એટલે નિરાધાર નો આધાર સદભાવના ટ્રસ્ટ રાજકોટ વાત્સલ્ય મૂર્તિ વડીલો નો પુરા લાડ કોડ થી લાલન પાલન કરતી સંસ્થા તેમાં પર્વેશતાજ ઈશ્વર ની સ્વંયમ હાજરી નો ભાસ થયા વગર ન રહે આપણે તો પહેલી ઑક્ટોબર ના દિવસે “વિશ્વ વૃદ્ધ દિન” તરીકે ઊજવાય છીએ પણ સદભાવના વૃદ્ધાશ્રમ ના વડીલો ના ચહેરા ઉપર આનંદોત્સવ નો ભાવ કાયમ તરવરી રહ્યો છે પુરા અદબ થી વડીલો ને સ્વાભિમાન પૂર્વક નું જીવન અને છલકાતો આત્મવિશ્વાસ એજ સાચી સેવા અને એજ સાચી શાંતિ ના સંતોષ સાથે વડીલો માટે શીતળ છાંયડો આપતો ધેધુર વડલો એટલે સદભાવના વૃદ્ધાશ્રમ માં આપેલું દાન ભેટ એટલે સ્વંયમ ઈશ્વર ને અર્પણ કર્યા તુલ્ય છે ઘર પરિવાર સગા ઇસ્ટ મિત્ર ના સારા નરહા પ્રસંગો એ સદભાવના ને પહોંચાડેલી મદદ એટલે ઈશ્વર ને સીધી અપર્ણ કર્યા બરાબર છે વર્તમાનવિશ્વમાં અને ભારતમાં પણ તબીબી સવલતોમાં થયેલા વધારાને કારણે લોકોની સરેરાશ માનવ આયુષ્ય મર્યાદામાં વધારો થયો છે પરિણામે સમાજમાં ઉત્તરોત્તર વૃદ્ધોની સંખ્યા વધતી જાય છે.

સાથેસાથે વૃદ્ધોની સમસ્યાઓ પણ વધતી જાય છે બીમારી અશક્તિ પરાવલંબન એકલતા વગેરે તો તેમની સમસ્યાઓ છે જ પણ જ્યારે તેમના ખુદના સંતાનો તેમની જવાબદારી ઉઠાવવાનો ઇનકાર કરી દે છે અને તેમને પોતાના જ ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે ત્યારે તેમની હાલત દયનીય બની જાય છે. વૃદ્ધો માટે યુવા પેઢીનાં મન અને ઘર બંને સાંકડાં થતાં જાય છે તેનો પુરાવો છે સમાજમાં ઘરડાઘરોની વધતી જતી સંખ્યા આર્ય સંસ્કૃતિ ને દીકરા ના ઘર સોના ની થાળી માં લોઢા ની મેખ સમાન છે વૃદ્ધોની શારીરિક માનસિક અને આર્થિક નબળાઈઓના કારણે તેઓ દયાજનક બની જાય છે છતાં કેટલીક વાર સંતાનો – કુટુંબીજનો પણ તેમને માન-સહાય સત્કાર આપવાને બદલે તેમની ઉપેક્ષા કરે છે ત્યારે તેમનું દુઃખ વધી જાય છે. નવી પેઢી યુવાનોનાં ઘર-મન વૃદ્ધો માટે સાંકડાં બની રહ્યાં છે તે સૌથી મોટો પ્રશ્ન છે હવે વૃદ્ધઘરોની સંખ્યા પણ વધતી જાય છે.

તેનો પણ જરૂર પડે ત્યાં લાભ લઈને વૃદ્ધોને દુ:ખી સ્થિતિમાંથી થોડી રાહત આપવા પ્રયત્નો કરતા વૃદ્ધાશ્રમો વડીલો માટે આશીર્વાદ રૂપ બની રહ્યા છે પણ રાજકોટ શહેર માં વાત્સલ્ય મૂર્તિ વડીલો ની સેવા માટે સુપ્રસિદ્ધ બનેલ સદભાવના વૃદ્ધાશ્રમ ની અપીલ માવતર જોઈ એ છે હદયસ્પર્શી આ અપીલ વિચાર પ્રેરક છે સેવા ની ધૂણી ધખાવી ને બેઠેલી આ સંસ્થા ના સંચાલકો સ્વંયમ સેવકો દાતા ઓ માટે “જીવન અંજલિ થાજો જીવન અંજલિ થાજો ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યા નું જળ થજો દિન દુખિયા ના આંસુ લ્હો તાં કદી અંતર ન ધરજો” તેવા શ્રેય માર્ગે ચાલવા ની પ્રેરણા આપતી આ સંસ્થા દ્વારા સ્વમાની પશુ બળદ અને પર્યાવરણ માટે વૃક્ષ ઉછેર નું અદભુત કાર્ય થાય છે અંતરઆત્મા ને આનંદિત કરતી આ સેવા જોઈ ને ઈશ્વર ની સ્વંયમ હાજરી હોવા નો અહેસાસ કરાવી જાય છે ઘડપણ માં સરકાર ની યોજના ઓ કે વડીલો ને કોઈ પણ  શીખ ના સદેશ વગર સદભાવના માત્ર નામ પર્યાપ્ત કાફી સદભવના ખરેખર દરેક જીવાત્મા પ્રત્યે સદભાવના થી સેવા કરે છેપોતા નું કામ જાતે કરવું જરૂરિયાતો ઘટાડવી જીવન શૈલી માં ફેરફાર કરવો ખાવા-પીવા અને પહેરવા-ઓઢવાની બાબતમાં શક્ય તેટલો સંયમ રાખવો અને ત્યાગ કરવો મારી સેવા-ચાકરી મારા પુણ્ય પ્રમાણે બરાબર થાય છે

એમ જ માનવું બોલવાનું જેમ બને તેમ ઓછું રાખવું જરૂર પૂરતું જ બોલવું પોતાનો પરિવાર જે પૂછે તેનો જ જવાબ આપવો.પારકી પંચાત કરવી નહીં કોઈનીય નિંદા-કૂથલીમાં પડવું નહીં. કોઈને કડવાં વેણ કહેવાં નહીં હંમેશાં મીઠી વાણી બોલવી.વેપાર-ધંધા અને સાંસારિક વ્યવહાર થકી સ્વેચ્છાએ નિવૃત્ત થયું ઘર દુકાનના કોઈ કાર્યમાં માથું મારવું નહીં. કોઈને વણમાગી સલાહ આપવી નહીં.પોતાના અને પારકા બધા પ્રત્યે વાત્સલ્યભાવ રાખવો.બધું ચાલશે બધું ફાવશે બધું ગમશે આ શબ્દો જીભના ટેરવે રમતા રાખી વારંવાર વાણીમાં પ્રયોજવા ઘરમાં અને બહા૨ સર્વત્ર આપણું માન-સન્માન જળવાઈ રહે અને આત્મકલ્યાણ થાય તે માટે મોટા ભાગનો સમય ધર્મની આરાધનામાં ધર્મની આરાધના ઉપરાંત સ્વ-૫૨ શ્રેયસ્કર એવી પ્રવૃત્તિઓમાં સેવાભાવે જોડાઈને સમાજને આત્મહિતકર અનુભવ જ્ઞાનનો લાભ આપવો ઘડપણમાં પ્રયત્નપૂર્વક થોડોઘણો સ્વભાવ સુધારવો જ પડે બધાં ઘરડાંઓથી સંપૂર્ણપણે સ્વભાવ સુધારવાનું અને સંપૂર્ણપણે અમલમાં મૂકવાનું બની શકે નહીં આમ છતાં યથાશક્તિ સ્વભાવ સુધારવાનો અમલમાં મૂકવાનો પ્રયત્ન કરવો જોઈએ

આવી કોઈ સલાહ કે શીખ વગર માત્ર સદભાવના એજ ચાલતા સદભાવના વૃદ્ધાશ્રમ માં આશ્રિત વડીલો ની સેવા જોઈ ને ખૂબ રાજીપો થાય છે અને ચોક્કસ કહેવાનું મન થાય છે કે કોઈ ડુંગર ઉપર બેઠેલી માં ને ચુંદડી શ્રીફળ કે અગરબતી થી રાજી કરવા કરતાં ઉંમરે બેઠેલી માં ને રાજી રખાય તો ડુંગર ઉપર બેઠેલી માં આપો આપ રાજી થશે જ 

Follow Me:

Related Posts