ગઈકાલે સુરતમાં જાહેરાત કરવામાં આવી હતી કે, માસ્ક ન પહેરનાર પાસેથી દંડ નહિ વસૂલાય. આ ર્નિણય મામલે અનેક મતભેદો સર્જાયા હતા. જેના બાદ આજે જાહેરાતના ૨૪ કલાકમાં જ માસ્ક મુદ્દે ર્નિણય બદલી દેવામાં આવ્યો છે. સુરત પોલીસ કમિશનર અજય તોમરે સ્પષ્ટતા કરી કે, માસ્ક માટે દંડ તો વસૂલાશે જ. માસ્ક ન પહેરનાર પાસેથી દંડ વસૂલાશે જ. માસ્ક અનિવાર્ય છે.
કોઈ નાગરિક જાહેરમાં માસ્ક વગર જાેવા મળશે તો દંડ થશે. એક વર્ષથી ઝુંબેશ ચાલે છે, છતા લોકો માસ્ક નથી પહેરતા તો દુખદ બાબત છે. તેથી આ પ્રકારનું વર્તન સહી નહિ લેવાય. બધા મળીને સહકાર આપે. માસ્ક સાથે કોઈ પ્રકારનું કોમ્પ્રોમાઈઝ નહિ થાય, માસ્ક યોગ્ય રીતે પહેરવુ જરૂરી છે. માસ્ક એ જ કોરોના સામે લડવાનું સૌથી મોટું હથિયાર છે.
Recent Comments