fbpx
રાષ્ટ્રીય

માસ્ટર માઇન્ડ નીકળ્યો સચિન, સીમા હૈદરની ભારતમાં એન્ટ્રી માટે નકલી આધાર કાર્ડ બનાવ્યું

દેશમાં હાલ સીમા હૈદર ચર્ચામાં છે અને તેના વિશે દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરના કેસમાં આજે એક નવો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નેપાળમાં થયેલી મુલાકાત પહેલા જ સીમા હૈદર અને સચિને સ્ક્રિપ્ટ તૈયાર કરી લીધી હતી. બંને ભવિષ્યમાં ક્યાં રહેશે અને ક્યારે શું નિવેદન આપવાનું છે તેનો પ્લાન બનાવ્યો હતો. આ મામલે એવું પણ જાણવા મળ્યું છે કે સચિને જ નેપાળમાં સીમાને ૩ આધાર કાર્ડ આપ્યા હતા. જેમાં એક આધાર કાર્ડ સીમાનું હતું અને અન્ય બે આધાર કાર્ડ તેના બાળકો માટે આપવામાં આવ્યા હતા. સીમા અને સચિન ૭ દિવસ સુધી નેપાળમાં સાથે રહ્યા હતા અને આ દરમિયાન સચિને તમામ આધાર કાર્ડ સીમાને આપ્યા હતા. આ જ આધાર કાર્ડ દ્વારા સીમા હૈદરે તેના ૪ બાળકો સાથે નેપાળથી ભારતમાં એન્ટ્રી લીધી હતી. આધાર કાર્ડ હોવાને કારણે તે અત્યાર સુધી ભારતમાં બચી રહી છે. સીમા હૈદર અને તેના બાળકના નકલી આધાર કાર્ડ અંગે કડક પૂછપરછ કરવામાં આવી તો આ તમામ રહસ્યો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ આધાર કાર્ડ બનાવનારાઓ પણ પોલીસના રડાર પર છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે નકલી દસ્તાવેજાે કેવી રીતે અને ક્યાંથી તૈયાર કરવામાં આવ્યા હતા. પાકિસ્તાની મહિલા સીમા હૈદર વિશે નવા ખુલાસાઓ થઈ રહ્યા છે ત્યારે પાકિસ્તાનથી તે ભારત આવી ત્યાં સુધીની તપાસ થઈ રહી છે. તપાસ એજન્સીઓ તેની તમામ કડીઓ જાેડવાનો પ્રયાસ કરી રહી છે. અત્યાર સુધી સીમાના અનેક જુઠ્ઠાણા સામે આવ્યા છે. તે પોતાના નિવેદનોમાં ફેરફાર કરી રહી છે અને આપેલા નિવેદનોના પુરાવા પણ શંકાસ્પદ જણાય છે. સીમા અને સચિન બંનેએ અત્યાર સુધી મીડિયા સાથેની વાતચીતમાં પોતાના વિશે ખોટી અને ભ્રામક માહિતી આપી છે. મળતી માહિતી મુજબ સચિન નેપાળમાં શિવાંશ નામથી રહેતો હતો. સમગ્ર મામલામાં જીહ્લન્ની ટીમ બંનેના નિવેદનો અને પુરાવાઓ પણ ચકાસી રહી છે.

Follow Me:

Related Posts