અમરેલી

માહિતી ખાતા દ્વારા પ્રસિધ્ધ ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક જિલ્લા માહિતી કચેરી અમરેલી ખાતેથી મેળવી શકાશે

 રાજયના માહિતી ખાતા દ્વારા દર વર્ષે ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક પ્રસિધ્ધ કરવામાં આવે છે. રોજગાર અને કારકિર્દી ઘડતરની ગુરુચાવી સમાન અમૂલ્ય એવા આ દળદાર અંકની કિંમત રુ.૨૦ રાખવામાં આવી છે.

ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨માં વિવિધ લેખકોએ વિદ્યાર્થીઓ માટે લખેલા પ્રેરણાદાયી લેખ, ધો.૧૦ અને ધો.૧૨ પછી કારકિર્દીના વિકલ્પો સહિતની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે વિદ્યાર્થીઓને ઉપયોગી થશે.

        જિલ્લા માહિતી કચેરી, રાજમહેલ કમ્પાઉન્ડ, જિલ્લા પંચાયત રોડ, અમરેલી ખાતેથી જાહેર રજા સિવાયના દિવસે કચેરી સમય દરમિયાન રુ.૨૦ ચૂકવી આ અંક મેળવી શકાશે. મહત્વનું છે કે, આ અંક રાજયના દરેક જિલ્લા સ્થિત માહિતી કચેરી ખાતે મળી રહે છે. તે ઉપરાંત તે અંક પ્રાદેશિક અને વડી કચેરી ખાતેથી પણ મળી રહેશે. કારકિર્દી ઘડતર અને રોજગાર માર્ગદર્શન માટે આ અંક ઉપયોગી હોય યુવાનો અને સંબંધિતોને આ અંક સત્વરે મેળવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Posts