જિલ્લા માહિતી કચેરી અમરેલી ખાતે માહિતી મદદનીશ તરીકે ધર્મેશભાઈ વાળા અને જયભાઈ મિશ્રાએ તેમની ફરજનો કાર્યભાર વિધિવત રીતે સંભાળ્યો હતો. માહિતી પરિવાર અમરેલી દ્વારા ધર્મેશભાઈ વાળા અને જયભાઈ મિશ્રાનું પુષ્પગુચ્છથી સ્વાગત અને સત્કાર કરવામાં આવ્યો હતો. ધર્મેશભાઈ વાળા અને જયભાઈ મિશ્રા દ્વારા મોં મીઠું કરાવી તેમના અભિવાદનનો સ્વીકાર કર્યો હતો. મહત્વનું છે કે, ધર્મેશભાઇ વાળાએ ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનમાંથી માસ્ટર ઇન ડેવલપમેન્ટ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. ધર્મેશભાઇએ વીટીવી અને ટીવી ૯માં કામ કર્યુ છે. તેમને ફ્રિલાન્સ કામગીરીનો પણ અનુભવ છે. ધર્મેશભાઇના સહકર્મી જયભાઈ મિશ્રાએ વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી ખાતેથી પત્રકારત્વનો અભ્યાસ કર્યો છે. તે બીબીસી ગુજરાતી, દિવ્ય ભાસ્કર, ટીવી૧૮ સહિતની ખાનગી સંસ્થાઓ સાથે કામ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે.
માહિતી મદદનીશ ધર્મેશભાઈ વાળા અને જયભાઈ મિશ્રાનું માહિતી પરિવાર અમરેલી દ્વારા સ્વાગત અને સત્કાર

Recent Comments