ગુજરાત

‘મિચોંગ’ વાવાઝોડાના કારણે અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ ટ્રેન રદ

હવામાન વિભાગે વધુ એક ચક્રવાતી તોફાનને લઈ ચેતવણી જાહેર કરી છે. વાવાઝોડાને મિચોંગ નામ આપવામાં આવ્યું છે. ૪ ડિસેમ્બરની બપોર સુધીમાં તે આંધ્રપ્રદેશ અને તેની નજીકના ઉત્તરી તમિલનાડુના દરિયાકાંઠાની નજીક પહોંચશે. જે પછી તે ૫ ડિસેમ્બરે આંધ્રપ્રદેશમાં લેન્ડફોલ કરશે. ત્યારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારમાં આવનારા ચક્રવાત “માઈચોંગ” ને ધ્યાનમાં રાખીને સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી રહી છે.

આ સિવાય ચક્રવાતને જાેતા દક્ષિણ મધ્ય રેલવેએ ૧૪૪ ટ્રેન રદ કરી છે. તેમાંથી ૧૧૮ ટ્રેનો લાંબા રૂટની છે. જ્યારે તમિલનાડુમાં ૧૦૦ જીડ્ઢઇહ્લ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.૪ અને ૫ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર ૧૨૬૫૫ અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ રદ ટ્રેન રહેશે. ૦૩ અને ૪ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલથી ઉપડનારી ટ્રેન નંબર ૧૨૬૫૬ એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-અમદાવાદ નવજીવન એક્સપ્રેસ ટ્રેન રદ્દ રહેશે.

Related Posts