સુરતના નકલી વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીની વધુ એક પોલ ખુલ્લી છે. મિતુલ ત્રિવેદીએ ેંદ્ભની કેમ્બ્રિજ યુનિ.ની બોગસ ડિગ્રી બનાવી હતી. જે અંગે વધુ એક ખુલાસો થયો છે. સ્માર્ટફોનમાં જ બોગસ સર્ટિફિકેટ બનાવ્યું હોવાનો ખુલાસો થયો છે. ર્જીંય્એ મોબાઇલ તપાસ માટે હ્લજીન્માં મોકલ્યો છે. મળતી માહિતી અનુસાર ફેબ્રુ-૨૦૧૫નું કેમ્બ્રિજ યુનિ.ની વેદાંત ડિગ્રીનું બોગસ સર્ટિફિકેટ બનાવવામાં આવ્યુ હતુ. એટલુ જ નહી નકલી વૈજ્ઞાનિકે ઘણી જગ્યાએ વિદ્યાર્થીઓના સેમિનાર પણ લીધા હતા. મિતુલ ત્રિવેદીએ જ્યાં જ્યાં સેમિનાર યોજ્યાં ત્યાં નોટિસ આપી તપાસ હાથ ધરી છે.
સુરતના નકલી વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી સામે ગુનો નોંધાયો છે. મિતુલ ત્રિવેદી પોતાને નાસાનો વૈજ્ઞાનિક ગણાવતો હતો અને ચંદ્રયાનની ડિઝાઈન તૈયાર કર્યાનો દાવો પણ કર્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ૪૬૮,૪૭૧,૪૧૯,૪૨૦ મુજબ ગુનો નોંધ્યો છે. મિતુલ ત્રિવેદીની પોલીસે અટકાયત પણ કરી છે.મિતુલ ત્રિવેદી નામના એક વ્યક્તિએ ચંદ્રયાન ૩ ની ડિઝાઈન બનાવી હોવાનો દાવો કર્યો હતો આ દાવો કરનાર નકલી વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીને સુરત પોલીસ કમિશ્નરનું તેડુ આવ્યુ હતું.
Recent Comments