મિથુન ઇડીના ડરથી ભાજપમાં જાેડાયાઃ તૃણમુલ કોંગ્રેસ
પશ્ચિમ બંગાળમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ નેતાઓ તરફથી એક બીજા પર આકરા પ્રહારો થઈ રહ્યા છે. ભાજપમાં જાેડાયેલા મિથુન ચક્રવર્તીને હવે મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસે નક્સલી ગણાવ્યા છે. ટીએમસીએ કહ્યું કે મિથુને ઈડીના ડરથી ભાજપનો હાથ પકડ્યો છે એટલું જ નહીં તેઓ આજના જમાનાના યુવા સ્ટાર નથી.
મિથુન ચક્રવર્તીના ભાજપમાં સામેલ થવા પર તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોગત રોયે કહ્યું કે મિથુન પહેલા સ્ટાર હતા પરંતુ હવે નથી. તે મૂળ રુપથી નક્સલી હતા. તે સીપીએમમાં સામેલ થયા પછી ટીએમસીમાં આવ્યા અને રાજ્યસભા સાંસદ બની ગયા. ભાજપે તેમને ઈડીનો ડર બતાવ્યો અને તેમણે રાજ્યસભા પદ છોડી દીધુ. હવે ભાજપમાં સામેલ થયા છે. સોગતે કહ્યું કે તેમની કોઈ વિશ્વસનીયતા નથી. અને ન લોકોની વચ્ચે તેમનો કોઈ પ્રભાવ છે.
ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું કે મોટા અભિનેતા અનેક પ્રોડક્શન હાઉસ સાથે જાેડાયેલા છે. મિથુન ચક્રવર્તી પણ એ જ કરી રહ્યા છે. એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જઈ રહ્યા છે. ઘોષે કહ્યું ચક્રવર્તીએ કહ્યું છે કે તે લોકો માટે કામ કરવા ઈચ્છે છે. તો સૌપ્રથમ તેમણે ઈંઘણના ભાવ વધારા વિશે કંઈક કહેવું જાેઈએ.
સીપીઆઈના વરિષ્ઠ નેતા સુજન ચક્રવર્તીએ કહ્યું કે લોકો મિથુન જેવા પક્ષ પલટુઓ પર ક્યારેય ભરોસો નહીં કરે અને તેમના ભાજપમાં સામેલ થવાથી ચૂંટણીઓ પર કોઈ અસર નહીં પડે.
Recent Comments