ગુજરાત

મિની ટ્રકની પાછળ કાર ઘુસી જતા કારમાં સવાર ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે મોત

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યાં જ અકસ્માતની વધુ એક ઘટના પાટણમાં બની છે. પાટણના સમી-શંખેશ્વર રોડ પર ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માત મિની ટ્રક અને કાર વચ્ચે થયો છે. અકસ્માતમાં ૩ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. મિની ટ્રકની પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે મોત થયા છે. મળતી માહિતી અનુસાર ૩ યુવકો રાધનપુરના વતની હોવાનો ખુલાસો થયો છે.

Related Posts