fbpx
અમરેલી

મિલકત સબંધી ગુનાઓ આચરતા ત્રણ ઈસમોને જેલ ઢકેલતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓઓ દ્વારા અમરેલી જિલ્લામાં વાહન ચોરી, લુંટ સહિતના મિલકત -સબંધી ગુન્હાઓ કરવાની ટેવ વાળા ઇસમો, કે જે નાગરિકોની માલ- મિલ્કતની ચોરી કરતા હોય, આવા મિલકત સબંધી ગુનાઓ આચરતા ભયજનક ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુનેગારોને કાયદાનું ભાન થાય, તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને, તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓએ અમરેલી જિલ્લામાં ચોરીઓના ગુનાઓ કરતા ઇસમો વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, અમરેલીનાઓ તરફ મોકલી આપેલ.

લોકોની માલ – મિલકત જેના કારણે જોખમમાં મુકામ શકે તેવા ઇસમની સમાજ-વિરોધી પ્રવૃત્તિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં, અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ગૌરાંગ મકવાણા સાહેબનાઓએ એક સાથે ત્રણ ઇસમોના પાસાનું વોરંટ ઇસ્યુ કરતાં, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા નીચે જણાવેલ ત્રણેય ઇસમોને પાસા વોરંટની બજવણી કરી, તેઓના નામ સામે જણાવેલ જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે.

પાસા અટકાયતીનું નામ અને તેને મોકલેલ જેલની વિગતઃ

(૧) ભરત વલ્લભભાઇ ગેલાણી, ઉ.વ.૨૩, રહે.બાબરા, કરીયાણા રોડ તા.બાબરા, જિ.અમરેલી. :- પાલનપુર જિલ્લા જેલ જિ.બનાસકાંઠા

(ર) દિલીપ ઉર્ફ વિજય સુખાભાઈ પાટડીયા, ઉં.વ.૨૧, રહે.બાબરા, કરીયાણા રોડ, તા.બાબરા, જિ.અમરેલી. લાજપોર જેલ, સુરત

(૩) મહેશ ભનુભાઇ જીલીયા, ઉ.વ.૨૦, રહે.બાબરા, કરીયાણા રોડ, તા.બાબરા, જિ.અમરેલી. મધ્યસ્થ જેલ, વડોદરા

પાસા અટકાયતી ભરત વલ્લભભાઇ ગેલાણી નો ગુનાહિત ઇતિહાસઃ-

(૧) બાબરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૮૨૨૦૩૭૧/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૭૯, ૪૪૭, ૪૧૧, ૧૧૪ મુજબ.

(૨) બાબરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૨૦૬૬૭/૨૦૨૨, આઈ.પી.સી. કલમ ૩૭૯, ૪૪૭, ૪૧૧, ૧૧૪ મુજબ.

(૩) લાઠી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૪૨૨૦૬૧૩/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૭૯, ૪૪૭, ૪૧૧, ૧૧૪ મુજબ. (૪) ગઢડા પો.સ્ટે. જિ.બોટાદ એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૦૦૦૪૨૩૦૦૮૮/૨૦૨૩, આઇ.પી.સી.

કલમ ૩૭૯, ૪૧૧, ૧૧૪ મુજબ.

પાસા અટકાયતી દિલીપ ઉર્ફે વિજય સુખાભાઇ પાટડીયાનો ગુનાહિત ઇતિહાસઃ-

(૧) બાબરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૮૨૨૦૩૭૧/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૭૯, ૪૪૭, ૪૧૧, ૧૧૪ મુજબ.

(૨) બાબરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૨૦૬૬૭/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૭૯, ૪૪૭, ૪૧૧, ૧૧૪ મુજબ. (૩) લાઠી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૪૨૨૦૬૧૩/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૭૯,

૪૪૭, ૪૧૧, ૧૧૪ મુજબ. (૪) ગઢડા પો.સ્ટે. જિ.બોટાદ એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૦૦૦૪૨૩૦૦૮૮/૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૩૭૯, ૪૧૧, ૧૧૪ મુજબ.

પાસા અટકાયતી મહેશ ભનુભાઇ જીલીયાનો ગુનાહિત ઇતિહાસઃ-

(૧) લાઠી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૪૨૨૦૬૧૩/૨૦૧૨, આઇ.પી.સી. કલમ ૩૭૯, ૪૪૭, ૪૧૧, ૧૧૪ મુજબ,

(૨) ગઢડા પો.સ્ટે. જિ.બોટાદ એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૦૦૦૪૨૩૦૦૮૮/૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૩૭૯, ૪૧૧, ૧૧૪ મુજબ.

આમ, મિલકત સબંધી ગુનાઓ આચરતા અને આમ જનતાની માલ-મિલકત માટે જોખમરૂપ ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરી, જેલ હવાલે કરી, અસામાજિક પ્રવૃતિ કરતા ઇસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે.

Follow Me:

Related Posts