fbpx
અમરેલી

મિશન મધમાખી કાર્યક્રમ હેઠળ જિલ્લા બાગાયતકચેરી દ્વારા મધમાખી પાલનની તાલીમ યોજાઇ

અમરેલી, તા.૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૩ (શુક્રવાર) અમરેલી જિલ્લા બાગાયત કચેરી દ્વારા અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે મિશન મધમાખી કાર્યક્રમ હેઠળ મધમાખી પાલનની બે દિવસીય તાલીમ યોજાઇ હતી, જેમાં જિલ્લાના ખેડુતોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.

       જુનાગઢ કૃષિ યુનિર્વસીટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી જાદવ, નાયબ બાગાયત નિયામકશ્રી જે.ડી.વાળા, નાયબ ખેતી નિયામકશ્રી બી.એચ.પીપળીયા તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા શ્રી જોષી દ્વારા આ તાલીમ કાર્યક્ર્મનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ. તેમના દ્વારા ખેડુતોને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

       કૃષિ વિજ્ઞાન કેન્દ્રના શ્રી કાછડીયા શ્રી નંદાબેન તિવારી, ભંડારિયા કોલેજ ઓફ એગ્રીકલ્ચરના એમ.કે.કાનાણી, વી.સી.ગઢીયા તેમજ બાગાયત ખાતાના શ્રી સોજિત્રા, શ્રી અક્ષયભાઇ, શ્રી ગોહિલ, શ્રી રામ તેમજ સર્વે બાગાયત અધિકારીશ્રીઓ અને ટીમ બાગાયત દ્વારા આ તાલીમમાં મધમાખી પાલન અંગે ખેડુતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. તાલીમના અંતે બધા તાલીમાર્થીઓને સર્ટીફીકેટ એનાયત કરી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ તાલીમ કાર્યક્રમમાં જોડાઇને જિલ્લાના ખેડુતોએ ખેતીના નવા પહેલુઓ અંગે માહિતી અને માર્ગદર્શન મેળવ્યા હતા.

Follow Me:

Related Posts