તાજેતરમાં રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ મિશન રાનીગંજ માટે શરૂઆતના દિવસો કપરા રહ્યા હતા. ફિલ્મ ઓડિયન્સ પર પકડ વધારી રહી છે અને અક્ષય કુમારની એક્ટિંગના પણ વખાણ થઈ રહ્યા છે. ફિલ્મના પ્રમોશનની શરૂઆત થયા બાદ તેની ટેગલાઈન અચાનક બદલવામાં આવી હતી. મિશન રાનીગંજઃ ધ ગ્રેટ ઈન્ડિયન રેસ્ક્યુમાંથી તેની ટેગલાઈન બદલીને ધ ગ્રેટ ભારત રેસ્ક્યુ કરી દેવાયુ હતું.
ફિલ્મની ટેગલાઈનમાં અચાનક ફેરફારના કારણો અંગે વાત કરતાં અક્ષય કુમારે જણાવ્યું હતું કે, તેમને ઈન્ડિયા નામ સામે કોઈ વાંધો નથી. પરંતુ ભારત મહાન છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન અક્ષય કુમારે ફિલ્મની ટેગલાઈનમાં ફેરફાર અંગે વાત કરતા જણાવ્યું હતું કે, નામ બદલીને ભારત રાખવામાં આવ્યું, તેમાં ખોટું શું છે? કશું ખોટું નથી ને. બસ ફિલ્મ એન્જાેય કરો. આ સાથે અક્ષયે કહ્યું હતું કે, ઈન્ડિયા ખોટું નથી, તે પણ સાચું જ છે.
પણ, ભારત નામ મહાન છે. આપણા બંધારણમાં પણ તે નામ છે, તેથી અમે ફેરફાર કરવાનો ર્નિણય લીધો હતો.. ઉલ્લેખનીય છે કે, જી-૨૦ સંમેલનના આમંત્રણમાં ઈન્ડિયાના બદલે ભારત નામનો ઉલ્લેખ થયો હતો. સરકાર દ્વારા દેશનું નામ બદલવાની હિલચાલ ચાલતી હોવાના આક્ષેપો સાથે વિવાદ સર્જાયો હતો. અક્ષય કુમારે ફિલ્મની ટેગલાઈનમાં ફેરફાર કરીને સરકારનું સમર્થન કર્યું હોવાનું પણ કેટલાકને લાગ્યું હતું. જાે કે ફિલ્મની રિલીઝ નજીક હોવાથી અક્ષય કુમારે વિવાદ ટાળવાનું નક્કી કર્યું હતું. રિલીઝ બાદ પહેલી વખત અક્ષય કુમારે ફિલ્મમાં ઈન્ડિયાના બદલે ભારતના ઉલ્લેખ સંદર્ભે સ્પષ્ટતા કરી છે. મિશન રાનીગંજઃ ધ ગ્રેટ ભારત રેસ્ક્યુમાં અક્ષય કુમારની સાથે પરિણીતી ચોપરાનો લીડ રોલ છે. કોલસાની ખાણમાં સર્જાયેલા અકસ્માત દરમિયાન ૬૫ શ્રમિકોના જીવ બચાવનારા શીખ એન્જિનિયર જસવંતસિંગ ગિલનો રોલ અક્ષય કુમારે કર્યો છે.


















Recent Comments