અમરેલીની ડો. કલામ ઈનોવેટિવ સ્કૂલ તેના નામ મુજબ હંમેશા કઈક નવું કરવા માટે જાણીતી છે અને ડો. કલામ સાહેબની વિચારધારા પર ચાલતી આ સ્કૂલ ના બાળ વૈજ્ઞાનિકોએ ભારતરત્ન ડો. એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબ જેઓ મિસાઈલમેન તરીકે પણ જાણીતા છે તેમને બાળકો એ અનોખી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. બાળકો એ પોતાની આવડતનો ઊપયોગ કરી ૨૦૦૦ મિસાઇલ તૈયાર કરી હતી અને દરેક મિસાઇલમા જો વિદ્યાર્થીને કલામ સાહેબને મળવાની તક પ્રાપ્ત થઈ હોત તો તે કલામ સાહેબ ને શુ સવાલ પૂછવા ઇચ્છતા હોત તે તેમણે આ મિસાઇલ મા સવાલ સ્વરૂપે લખ્યું હતું.
બાળકો ને જયારે આ સવાલનો જવાબ કોઈપણ વ્યક્તિ પાસેથી મળે તો તે જવાબ કલામ સાહેબના પ્રતિનિધિત્વ સ્વરૂપ મળ્યો છે તેવો આશાવાદ સાથે વિશ્વાસ બાળકો દ્વાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આઝાદ ભારતના ઇતિહાસમાં આવી અનોખી શ્રદ્ધાંજલી કોઈને આપવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે આ અનોખી શ્રદ્ધાંજલીને સફળ બનાવવા કલામ કેમ્પસના શિક્ષકો, સંચાલકો અને વાલીશ્રીઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાની સાથે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતાં. આવી સુંદર પહેલ માટે કલામ કલામ કેમ્પસના વીદ્યાર્થીઓ પર કલામ સાહેબ નો દિવ્ય આત્મા જ્યાં હસે ત્યાંથી આશીર્વાદ વરસાવતો હસે તેવી પુર્ણ શ્રદ્ધા સાથે આ બાળ વૈજ્ઞાાનિકોને અભિનંદન.



















Recent Comments