સિની શેટ્ટી હજુ ૨૧ વર્ષની છે. અને તેણે મિસ ઇન્ડિયા ૨૦૨૨ પેજન્ટમાં કર્ણાટકનું પ્રતિનિધત્વ કર્યું છે. જાેકે, તેનો જન્મ મુંબઇમાં થયો છે. સિની શેટ્ટીએ એકાઉન્ટ એન્ડ ફાઇનાન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તે હજુ પમ ચાર્ટડ ફાઇનેન્શિયલ એનાલિસ્ટનું ભણે છે. સિની શેટ્ટી ભણવાની સાથે સાથે મિસ ઇન્ડિયા ૨૦૨૨ની તૈયારી કરતી હતી. ઇટાઇમ્સનાં રિપોર્ટ અનુસાર, તેણે એક માર્કેટિંગ કંપનીમાં પણ કામ કર્યું છે. સિની શેટ્ટીને ડાન્સનો ખુબજ શોખ છે. સિનીએ ઇન્સ્ટાગ્રામ પેજ પર તેનાં ડાન્સની પ્રેક્ટિસનાં ઘણાં વીડિયોઝ પણ શેર કર્યાં છે. સિની શેટ્ટીએ બાળપણથી જ ડાન્સ શીખ્યો છે. તે ૪ વર્ષની ઉંમરથી ડાન્સ શીખી રહી છે. અને તે ૧૪ વર્ષની ઉંમર સુધીમાં ‘અરંગત્રમ’ અને ‘ભરતનાટ્યમ’ શીખી ગઇ હતી. તેણે લાઇફનાં ઉદ્દેશ વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, આપ સીધા જ કુદીને પહેલેથી છેલ્લે સુધી નથી જઇ શકતાં. જર્ની સૌથી સુંદર પાર્ટ છે. સિની શેટ્ટીએ કહ્યું કે, દરેક મહિલાએ ‘દ્રઢ મેહનતી અને દયાળુ બનવાનો પ્રયાસ કરવો જાેઇએ. સિનીએ કહ્યું કે આ ગુણ મારામાં ભરપુર છે. સિની શેટ્ટી મિસ ઇન્ડિયા ૨૦૨૨નો તાજ જીત્યા બાદ હવે ૭૧ મિસ વર્લ્ડ પેજન્ટ માટે ભારતને રિપ્રેઝન્ટ કરશે. સિની શેટ્ટી મિસ ઇન્ડિયા ૨૦૨૨ બની ગઇ છે. સિની આ એવોર્ડ જીત્તયા બાદ મિસ વર્લ્ડ અને મિસ યૂનિવર્સ જેવાં ખિતાબમાં ભાગ લઇ શકે છે.’મિસ ઇન્ડિયા ૨૦૨૨’ની વિનર કર્ણાટકની સિની શેટ્ટી છે. મિસ ઇન્ડિયા અને વર્લ્ડ ૨૦૨૦ માનસા વારાણસીએ સિનીને વિનરનો ક્રાઉન પહેરાવ્યે હતો. સિની ટોપ ૫ ફાઇનલિસ્ટમાંથી એક હતી. તેણે રુબલ શેખાવત, શિનાતા ચૌહાણ, પ્રજ્ઞા અય્યાગરી અને ગાર્ગી નંદીને હરાવી હતી.
મિસ ઈન્ડિયા ૨૦૨૨ બનેલી સિની શેટ્ટીએ માર્કેટિગં કંપનીમાં પણ કામ કર્યું હતું

Recent Comments