બોલિવૂડ

મિસ યુનિવર્સ બન્યાના ૩ મહિના બાદ જ લોકોને હરનાઝમાં બદલાવ જાેવા મળ્યો

ગયા વર્ષે ડિસેમ્બર ૨૦૨૧માં જ્યારે હરનાઝે તાજ જીત્યો ત્યારે તેની ફિટનેસથી બધા પ્રભાવિત થયા હતા. હરનાઝને આ રીતે જાેઈને દરેક યુવતી તેના જેવી બનવા માગતી હતી. હરનાઝ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.તે ચાહકો સાથે તેની તસવીરો શેર કરી રહી છે અને ચાહકોને પ્રેરણા આપતા જાેવા મળે છે. હાલમાં જ હરનાઝની કેટલીક વધુ તસવીરો સામે આવી છે જેમાં તેણે રેડ વેલ્વેટનો સ્લિમ ફિટ લોગ આઉટફિટ પહેર્યો છે જેમાં સ્લિટ પણ દેખાય છે. આ ફોટો જાેઈને કેટલાક ફેન્સ હરનાઝને પૂછી રહ્યા છે કે તેનું વજન વધી ગયુ છે. મિસ યુનિવર્સ બન્યાના ત્રણ મહિના બાદ જ લોકોને હરનાઝમાં બદલાવ જાેવા મળ્યો છે.

હરનાઝના વધેલા વજનનો અંદાજ તેના હાથ પરથી લગાવવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે હરનાઝે થોડા મહિનામાં ઘણું વજન વધાર્યું છે. તસવીરો જાેઈને ઘણા લોકો હરનાઝને ‘ચબી’ કહી રહ્યા છે. લક્ષ્મી ફેશન વીકમાંથી હરનાઝનો રેડ વેલ્વેટ ડ્રેસ લુક સામે આવ્યો છે. લક્ષ્મી ફેશન વીકમાં હરનાઝે રેમ્પ વોક કર્યું હતું.હરનાઝ સંધુ જેણે મિસ યુનિવર્સ ૨૦૨૧ નો ખિતાબ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. જ્યારે હરનાઝના માથા પર મિસ યુનિવર્સનો તાજ શણગારવામાં આવે છે, ત્યારે તેની સુંદરતા વધુ આકર્ષક બની જાય છે. મિસ યુનિવર્સનો તાજ જીત્યા પછી હરનાઝની લોકપ્રિયતા રાતોરાત વધી ગઈ. તાજેતરમાં ચાહકોને હરનાઝનુ ટ્રાન્સફોર્મશન જાેવા મળી રહ્યું છે.

Related Posts